નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકૉમ સેક્ટરમાં વારંવાર ગ્રાહકોને પોતાની તરફથી આકર્ષવા માટે ફેરફાર થતા રહે છે, હવે ભારતી એરટેલે ગ્રાહકોને ઝડપથી 5G નેટવર્ક આપવા માટે કામ શરૂ કરી દીધુ છે, કંપનીનું 5G નેટવર્ક 50 થી વધુ શહેરોમાં અત્યાર સુધી ફેલાઇ ચૂક્યુ છે. વળી, રિલાયન્સ જિઓએ આમાં સદી ફટકારી દીધી છે. આ બધાની વચ્ચે ભારતી એરટેલે પોતાના રિચાર્જ પૉર્ટફોલિયોમાં એક નવો પ્લાન એડ કર્યો છે, જેનાથી ગ્રાહકોને આકર્ષવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે. આ પ્લાન એક ડેટા વાઉચર છે, આમાં ગ્રાહકોને હાઇ સ્પીડ ઇન્ટરનેટ મળશે, જાણો આ પ્લાન વિશે..........



35 રૂપિયાના પ્લાનમાં મળશે આ સુવિધા -
 
એરટેલનો 35 રૂપિયાનો આ પ્લાન 2 દિવસની વેલિડિટીની સાથે આવે છે, જેમાં તમને 2 જીબી ડેટા મળશે, આ એક ડેટા વાઉચર પ્લાન છે, જેમાં તમને અન્ય કોઇ સુવિધા નહીં મળશે. આ પ્લાન તે લોકો માટે બેસ્ટ છે જેની ડેટા લિમીટ સમયથી પહેલા પુરી થઇ જાય છે. જેના કારણે તેમને હાઇ ઇન્ટરનેટ સ્પીડ નથી મળી શકતી. 


આ ઉપરાંત એરટેલનો 19 રૂપિયાનો પણ ડેટા પ્લાન ઓફરમાં અવેલેબલ છે. જેમાં તમને 1 દિવસ માટે 1 જીબી ડેટા મળે છે. કેમ કે આ પ્લાનમાં માત્ર એક જ દિવસની વેલિડિટી હતી, એટલે કંપનીએ 35 રૂપિયાનો પ્લાન પોતાના પૉર્ટફોલિયોમાં એડ કર્યો છે. 


65 રૂપિયાના પ્લાનમાં મળે છે આ બેનિફિટ - 


એરટેલે તાજેતરમાં જ પોતાના પૉર્ટફોલિયોમાં 65 રૂપિયાનો પ્લાન પણ એડ કરી દીધો છે. આમાં ગ્રાહકોને 4GB ડેટા મળે છે. જેની કોઇ વેલિડિટી નથી. એટલે કે આ પ્લાનને તમારે કોઇ એક્જિસ્ટિંગ પ્લાનના ઉપર રિચાર્જ કરીને યૂઝ કરવો પડશે. જો તમે વર્ષ સુધી યૂઝ કરી રહ્યાં છો, તો આ પ્લાન પણ નંખાવો છો, તો તમે આમા મળનારા 4 GB ડેટાનો વર્ષ સુધી યૂઝ કરી શકો છો કેમ કે આની કોઇ વેલિડિટી અલગથી નથી. 


ભારતીય એરટેલ દેશભરમાં પોતાની 5G નેટવર્ક સર્વિસને રૉલઆઉટ કરવામાં લાગી છે, એરટેલની સાથે જિયોએ પણ પોતાની 5G સર્વિસને ભારતમાં કેટલાય શહેરો સુધી પહોંચાડી રહી છે. હવે એરટેલે અમદાવાદ, અને ગાંધીનગરમાં 5G લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. Airtel 5G Plus ભારતમાં એકમાત્ર ટેલિકૉમ ઓપરેટર છે જેને દેશમાં 5G વ્યવસાયિક રીતે લૉન્ચ કર્યુ છે. Airtelના કૉમ્પિટીટર Reliance Jio હજુ પણ બીટા ફેઝમાં પોતાના Jio True 5G ને રૉલ આઉટ કરી રહી છે. આનું ટેસ્ટિંગ ક્યાર ખતમ થશે, આના વિશે પણ એરટેલ કોઇ જાણકારી નથી આપી.