Airtel Hikes Mobile Tariff: મોબાઇલ ફોન રિચાર્જ કરવું હવે મોંઘું થઈ ગયું છે. મોબાઇલ પર નેટ સર્ફિંગ માટે હવે તમારે વધારે પૈસા ચુકવવા પડશે. દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલે 20 થી 25 ટકા સુધી મોબાઇલ ટેરિફ વધારવાની જાહેરાત કરી છે. 26  નવેમ્બરથી આ વધારો લાગુ થશે.


આ ઉપરાંત એરટેલે 28 દિવસના વેલિડિટીવાળા સૌથી સસ્તા પ્રીપેડ પ્લાનની કિંમત પણ વધારી છે. પહેલા આ પેકની કિંમત 79 રૂપિયા હતી પણ હવે 99 રૂપિયા ચુકાવવા પડશે. હવે 28 દિવસની વેલિડિટી વાળા 149 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાન માટે 179 રૂપિયા ચુકવવા પડશે.


કેમ વધાર્યા ટેરિફ


ભારતી એરટેલે ટેરિફ વધારાની જાહેરાત કરતાં કહ્યું, અમે હંમેશાથી માનતા આવ્યા છીએ કે Mobile Average Revenue Per User (ARPU) 200 રૂપિયા હોવી જોઈએ અને આગળ જઈને 300 રૂપિયા થવી જોઈએ. જેનીથી સારુ રિટર્ન મળે અને બિઝનેસ મોડલના હિસાબે કંપનીની નાણાકીય સ્થિતિ સારી રહે. અમારું એમ પણ માનવું છે કે Mobile Average Revenue Per User (ARPU) ના આ સ્તર પર હોવાથી નેટવર્ક અને સ્પેક્ટ્રમમાં જરૂરી રોકાણ ઉપલબ્ધ થઈ શકશે. ભારતી એરટેલ આના દ્વારા દેશમાં 5જી સેવા શરૂ કરવામાં પણ સક્ષમ હશે. મોબાઇલ ટેરિફને rebalancing કરવાની દિશામાં એરટેલનું આ પ્રથમ પગલું છે.


કેટલા મોંઘા થયા પ્રીપેડ ટેરિફ પ્લાન


219 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 265 રૂપિયા ચુકવવા પડશે. 28 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોજ 2 જીબી ડેટા મળે છે.


249 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 299 રૂપિયા ચુકવવા પડશે. 28 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોજ 2 જીબી ડેટા મળે છે.


298 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 359 રૂપિયા ચુકવવા પડશે. 28 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોજ 2 જીબી ડેટા મળે છે.


399 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 479 રૂપિયા ચુકવવા પડશે. 56 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોજ 1.5 જીબી ડેટા મળે છે.


449 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 549 રૂપિયા ચુકવવા પડશે. 56 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોજ 2 જીબી ડેટા મળે છે.


379 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 455 રૂપિયા ચુકવવા પડશે. 84 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને 6 જીબી ડેટા મળે છે.


598 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 719 રૂપિયા ચુકવવા પડશે. 84 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોદ 1.5 જીબી ડેટા મળે છે.


698 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 839 રૂપિયા ચુકવવા પડશે. 84 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોજ 2 જીબી ડેટા મળે છે.


1498 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 1799 રૂપિયા ચુકવવા પડશે. 365 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને 24 જીબી ડેટા મળે છે.


2498 રૂપિયાવાળા પ્રીપેડ પ્લાનના હવે 2999 રૂપિયા ચુકવવા પડશે. 365 દિવસની વેલિડિટી છે. જેમાં 100 એસએમએસ પ્રતિ દિવસ અને દરરોજ 2 જીબી ડેટા મળે છે.


Data Top up


3GB ટોપ અપ ડેટા પ્લાન માટે પહેલા 48 રૂપિયા ચુકવવા પડતા હતા હવે 58 રૂપિયા ચુકવવા પડશે.


12 GB ટોપ અપ ડેટા પ્લાન માટે પહેલા 98 રૂપિયા ચુકવવા પડતા હતા હવે 118 રૂપિયા ચુકવવા પડશે.


50 GB ટોપ અપ ડેટા પ્લાન માટે પહેલા 251 રૂપિયા ચુકવવા પડતા હતા હવે 301 રૂપિયા ચુકવવા પડશે.