Paytm: પેટીએમનો શેર (Paytm stock price) ગત સપ્તાહે લિસ્ટ થયો હતો. લિસ્ટિંગના દિવસે જ રોકાણકારો ધોવાયા હતા અને હજુ પણ શેરમાં ઘટાડો અટકી રહ્યો નથી. આજે પણ 11.36 કલાકે  શેર 12 ટકાના ઘટાડા સાથે 1373.60 પર કારોબાર કરી રહ્યો છે.


કેમ તૂટી રહ્યો છે શેર


એક્સપર્ટના કહેવા મુજબ તેઓ પેટીએમના બિઝનેસ મોડલને (business model) સમજી નથી રહ્યા. પેટીએમને તેમના કારોબારમાં ક્યાં સુધી નફો કરશે તે નક્કી નથી.કંપની જે સેગમેંટમાં કારોબાર કરી રહી છે તે બજારમાં સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી પેટીએમના બિઝનેસ મોડલમાં નફો થશે કે નહીં તેના પર આશંકા છે.


2155 રૂપિયાના પેટીએમના શેરનું 1955 રૂપિયા પર લિસ્ટિંગ થયું હતું. શની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કમ્યુનિકેશન લિમિટેડનો આઈપીઓ 8 નવેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. પેટીએમની ઈશ્યુ પ્રાઇસ બેંડ 2080-2150 રૂપિયા હતી. જોરકે આઈપીઓ ખૂબ જ ચર્ચા છતાં 1.89 ગણો ભરાયો હતો.


શું છે કંપનીની યોજના


કંપની આઈપીઓ દ્વારા 18,300 કરોડ રૂપિયા એકત્ર કરવા પર કામ કરી રહી છે અને આઈપીઓ દ્વારા આ લક્ષ્ય હાંસલ થવાનો ભરોસો છે.


શું કહે છે એક્સપર્ટ


માર્કેટ એક્સપર્ટના કહેવા મુજબ, શેર લાંબાગાળાએ ફાયદાકારક છે. ઓછામાં ઓછા છ મહિના માટે શેર રાખી મુકવા જોઈએ. જો વચ્ચે સારો ભાવ આવે તો વેચી નાંખવા જોઈએ.


આ પણ વાંચો PAK vs BAN: પાકિસ્તાનના ક્યા ફાસ્ટ બોલરે છૂટ્ટો બોલ મારતાં  બાંગ્લાદેશી બેટ્સમેન પડી ગયો ? ICCએ શું કરી સજા ? જુઓ વીડિયો


IND vs NZ:  ભારતના ક્યા ફાસ્ટ બોલરે 95 મીટર લાંબી સિક્સ ફટકારતાં રોહિત શર્માએ કરી સેલ્યુટ ?  હર્ષલની પણ તોફાની બેટિંગ