નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે એરટેલે Xstream પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. હવે એક જ પ્લેટફોર્મ પર યૂઝર્સને તમામ કોન્ટેન્ટ મળશે. એરટેલે Xstream સેટ ટોપ બોક્સ અને Xstream સ્ટિમ લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે તેનું એરટેલ Xstream બોક્સ કોઇપણ રેગ્યુલર ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી નાંખશે. તેમાં યૂઝર્સને 500થી વધારે ટીવી ચેનલ્સ પસંદ કરવાનો વિકલ્પ મળશે.


એરટેલનું Xstream બોક્સ એન્ડ્રોઇડ 9.0થી પાવર્ડ છે. આ નવું 4કે હાઇબ્રિડ બોક્સ Xstream સેટેલાઇટ ટીવી અને ઓટીટી કંટેટને એક સાથે ટીવી સ્ક્રીન પર લાવે છે. જે કોઈપણ રેગ્યુલર ટીવીને સ્માર્ટ ટીવીમાં બદલી દેશે. તેમાં એરટેલ Xstream એપ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વીડિયો, યુ ટ્યૂબ અને એરટેલ એપ પ્રી ઈન્સ્ટોલ હશે.



એરટેલના સેટ-ટોપ બોક્સમાં વાઇ-ફાઇ અને બ્લૂટૂથ કનેક્ટિવિટી મળશે.ઉપરાંત તેમાં યૂનિવર્સલ રિમોટ હશે. જેમાં ગૂગલ અસિસ્ટેંટ બેસ્ડ વોઇસ સર્ચ હશે, એટલે કે તમે બોલીને પણ ટીવીને કમાંડ આપી શકશો. જેની કિંમત 3,999 રૂપિયા છે.



એરટેલ ડિજિટલ ટીવીના તમામ વર્તમાન કસ્ટમર્સ 2,249 રૂપિયાની સ્પેશલ પ્રાઇસ પર એરટેલ Xstream બોક્સ અપગ્રેડ કરી શકશે. એરટેલ Xstream બોક્સ કંપનીના તમામ અગ્રણી રિટેલ સ્ટોર્સ, ફ્લિપકાર્ટ, એમેઝોન, ક્રોમા અને વિજય સેલ્સમાં આજથી જ ઉપલબ્ધ થઈ ગયું છે.

કુલભૂષણ જાધવને સીક્રેટ જગ્યાએ મળ્યા ડેપ્યુટી હાઈ કમિશ્નર, અઢી કલાક ચાલી વાતચીત, જાણો વિગત