નવી દિલ્હીઃ ભારતમાં લગભગ તમામ ટેલિકોમ ઓપરેટર્સ 4G ઈન્ટરનેટ સર્વિસ આપી રહ્યા છે, પરંતુ સ્પીડના મામલે તમામ કંપનીઓ એક સરખી છે. એક રિપોર્ટમાં સામે આવ્યા મુજબ ભારતમાં એરટેલ સૌથી ફાસ્ટ 4G ડાઉનલોડ સ્પીડ આપી રહ્યું છે. જ્યારે રિલાયન્સ જિયો વોટ્સએપ જેવી એપ્સ પર સૌથી સારો અનુભવ આપે છે.  મોબાઇલ ક્વોલિટી મેઝરમેન્ટ કંપની ટુટેલાના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


રિપોર્ટમાં જણાવાયા મુજબ, જિયો સારો અનુભવ પૂરો પાડે છે અને લગભગ તમામ જાણીતી એપ્સને સારી કનેક્ટિવિટી પૂરી પાડે છે. જે બાકી ટેલિકોમ પ્રોવાઇડર્સની તુલનામાં 96ટકા શ્રેષ્ઠ છે. એરટેલની 4G સ્પીડ સૌથી વધારે છે અને તે ભારતનું ઝડપી નેટવર્ક છે. જોકે તેનું 3G નેટવર્ક અન્ય કંપનીઓની સરખામણીએ ધીમું છે.

વાંચોઃ Xiaomi Mi9 48 મેગાપિક્સલ કેમેરા સાથે થયો લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

રિલાયન્સ જિયો પૂરી રીતે 4G નેટવર્ક હોવા છતાં નેટવર્ક્સની ડાઉનલોડ સ્પીડમાં સૌથી ધીમું છે. અપલોડ સ્પીડની વાત કરવામાં આવે તો વોડાફોનની 4જી સ્પીડ બેસ્ટ છે. આઇડિયાની અપલોડ સ્પીડ 4.7Mbps અને વોડાફોનની 4.5Mbps છે. રિલાયન્સ જિયોની અવરેજ અપલોડ સ્પીડ 3.8Mbps છે.

વાંચોઃ પુલવામા હુમલોઃ બીહડના ડાકુએ કરી જાહેરાત, સરકાર કહે તો 700 સાથીઓ સાથે પાકિસ્તાનને ધૂળ ચટાવી દઉં

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સ્પીડ ચાર્ટમાં જાન્યુઆરીના રિપોર્ટમાં જિયો ફરીથી ટોપ પર રહ્યું છે. ટ્રાઇના ચાર્ટમાં જિયોની સ્પીડ એરટેલથી બમણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટ્રાઇના કહેવા મુજબ તેમની એવરેજ સ્પીડ દેશભરમાંથી એકઠા કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. આ માટે માયસ્પીડ એપ અને રિયલ ટાઇમ બેસિસ પર રેકોર્ડ સ્પીડને આધાર માને છે.