નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ખાતાધારક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. જો 28 ફેબ્રુઆરી સુધીમાં તમે KYC નહીં કરો તો બેંક ખાતું સ્થગિત કરી દેવામાં આવે છે. જે બાદ તમે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શતો.
SBIએ તેના ગ્રાહકોને જલદીથી બ્રાંચનો સંપર્ક કરી KYCની પ્રક્રિયા પૂરી કરવા મેસેજ મોકલ્યો છે. બેંકે તમામ કસ્ટમર્સ માટે KYC ફરજિયાત કરી દીધું છે. જો ગ્રાહક જરૂરી દસ્તાવેજો સાથે બ્રાંચ ન જવા ઈચ્છતા હોય તો ઘરે બેઠા પણ KYC કરાવી શકે છે. આ માટે બેંક તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા વીડિયોને ગ્રાહકની ઓળખાણ માટે માન્યતા આપવામાં આવી છે. રિઝર્વ બેંક તરફથી બદલાયેલા નિયમો પ્રમાણે હવે બેંક, એનબીએફસી કે લોન આપતી સંસ્થાઓ વીડિયો આધારિત ઓળખ પ્રક્રિયા દ્વારા KYC કરી શકશે.
એસબીઆઈની વેબસાઈટ પ્રમાણે KYC માટે જરૂરી ડોક્યુમેન્ટમાં વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, પેન્શન ચુકવણી ઓર્ડર, પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલું ઓળખપત્ર, ટેલીફોન બિલ, વીજળી બિલ, પાસબુક, રેશન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ વગેરે માન્ય રહેશે.
રૂપિયા 2000ની નોટને લઈ મોટા સમાચાર, આ બેંકના ATMમાંથી 1 માર્ચથી નહીં નીકળે નોટ
વડોદરાઃ પાદરામાં ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત, 11 લોકોના ઘટના સ્થળે મોત
પાકિસ્તાની ક્રિકેટરે મનાવી મહાશિવરાત્રિ, વીડિયો શેર કરીને બોલ્યો ‘હર હર મહાદેવ’
SBIના ખાતાધારક છો તો થઈ જાવ સાવધાન, જો 28 ફેબ્રુઆરી સુધી નહીં કરો આ કામ તો ખાતું થઈ જશે બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Feb 2020 09:36 PM (IST)
જો 28 ફેબ્રુઆરી સુધીમાં તમે KYC નહીં કરો તો બેંક ખાતું સ્થગિત કરી દેવામાં આવે છે. જે બાદ તમે કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરી શતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -