નવી દિલ્હીઃ નોટબંધી બાદ મોદી સરકારે બહાર પાડેલી રૂપિયા 2,000ની નોટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં ઈન્ડિયન બેંકના એટીએમમાંથી 2,000 રૂપિયાની નોટ નહીં નીકળે. આ અંગે બેંક દ્વારા એક પરિપત્ર બહાર પાડીને તમામ બ્રાંચને માહિતગાર કરી દેવામાં આવી છે.

બેંકે કહ્યું, ગ્રાહકોને 2,000 રૂપિયાની નોટ કાઢ્યા બાદ તેને વટાવવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. આ અંગે બેંકે 17 ફેબ્રુઆરી એક પરિપત્ર બહાર પાડીને કહ્યું કે, 1 માર્ચ, 2020 બાદ ઈન્ડિયન બેંકના એટીએમમાંથી 2,000 રૂપિયાની નોટ રાખવામાં આવતી કેસેટ્સ દૂર કરી દેવામાં આવશે.

બેંકના જણાવ્યા મુજબ, ગ્રાહકો 2,000ની નોટના છૂટા લેવા બ્રાંચમાં આવી રહ્યા છે. આવા ગ્રાહકોને એટીએમ સેવા ઉપલબ્ધ કરાવવા માંગતું નથી. તેના બદલે એટીએમમાં 200 રૂપિયાની નોટનો જથ્થો વધારવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. બેંકે આ ફેંસલો ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને લીધો છે.

અન્ય બેંકોના ATMમાં 2,000ની નોટ મળતી રહેશે. અન્ય સરકારી કે ખાનગી બેંકોએ આવો ફેંસલો લીધો નથી.

વડોદરાઃ પાદરામાં ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત, 11 લોકોના ઘટના સ્થળે મોત

પાકિસ્તાની ક્રિકેટરે મનાવી મહાશિવરાત્રિ, વીડિયો શેર કરીને બોલ્યો ‘હર હર મહાદેવ’

T-20માં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બન્યો આ ખેલાડી, કહ્યું- જાડેજા છે મારો ફેવરિટ ખેલાડી, તેની પાસેથી ઘણું શીખ્યો