Amazon Sale HDFC Bank Offer: અમેઝોનના ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલની શરૂઆત થઈ ગઈ છે અને બંપર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન એચડીએફસી બેંકે તેના ગ્રાહકો માટે વિશેષ ઓફર રજૂ કરી છે. સેલ દરમિયાન જે ગ્રાહકો તેમના કાર્ડનો ઉપયોગ કરી ચુક્યા હોય તેવા ગ્રાહકોને બીજી વખત તેમના કાર્ડનો ઉપયોગ કરવાની તક છે. એચડીએફસી કાર્ડ્સ દ્વારા જે કસ્ટમ 1500 રૂપિયાની મર્યાદાનું ડિસ્કાઉન્ટ લઈ ચુક્યા હોય તેઓ આનો ઉપયોગ કરી શકે છે.


Link For Amazon Great Indian Festival Sale


એચડીએફસી બેંકે તેના ગ્રાહકો માટે 5 ઓક્ટોબરથી ડિસ્કાઉન્ટ રિસેટ કર્યુ છે. જે મુજબ તેઓ ફરીથી 10 ટકાનું ડિસ્કાઉન્ટ મેળવી શકશે. એચડીએફસી ગ્રાહકો માટે જેમણે ટ્રાન્ઝેક્શન કર્યું નથી તેમને પણ 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે.


2 થી 7 ઓક્ટોબર દરમિયાન સેલ દરમિયાન ઓછામાં ઓછી 5000 રૂપિયાની ખરીદી પર 10 ટકા છૂટ લેખે તમે 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી ચુક્યા હોવ તો પણ 5 ઓક્ટોબરથી ડિસ્કાઉન્ટ લિમિટ ફરીથી સેટ કરવામાં આવી છે. જેથી જો તમે 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ખરીદી કરો તો પણ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશો.