નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. એવામાં જ્યારે જરૂરી સમાન લેવા માટે ઘરની બહાર જઈએ ત્યારે ખબર પડે કે નજીકની દુકાન તો બંધ છે ત્યારે આપણો સમય પણ બરબાદ થાય છે. પરંતુ તો જમને ઘર બેઠે જ ખબર પડી જાય કે તમારી નજીક કઈ દુકાન ખુલી છે તો તમારે સમય બચી શકે છે. ઓનલાઈન સેલિંગ અને બાઇંગ પોર્ટલ ક્વિકરે એક વેબસાઈટ બનાવી છે જેના દ્વારા તમે ઘર બેઠે જાણી શકશો કો તમારી નજીક કઈ દુકાન ખુલ્લી છે કે બંધ છે.

Quikrએ stillopen.in નામની વેબસાઈટ બનાવી છે જે યૂઝર્સને પોતાની આસપાસની દુનિકાનો બંધ છે કે ખુલ્લી તેના વિશે અપડેટ કરશે. stillopen.in તમને નજીકની કરિયાણાની દુકાન, હોસ્પિટલ, ફાર્માસીસ, COVID-19 સેન્ટર અને અન્ય દુકાનોની ઓળખ કરવામાં મદદ કરશે જેને જરૂરિયાત અનુસાર કેટેગરાઈઝ કરવામાં આવી છે.

આ વેબસાઈટ પર જઈને યૂઝર્સે પોતાનું લોકેશન ફીડ કરવાનું રહેશે. ત્યાર બાદ તમામ સ્ટોર, હોસ્પિટલનું લિસ્ટ તમારી સામે આવી જશે. ઉપરાંત આ દુકાનો, હોસ્પિટલોનું અંતર પણ બતાવવામાં આવશે જેથી તમે સૌથી નજીકની દુકાન પર જઈને સામાન ખરીદી શકો. લિસ્ટમાંથી કોઈપણ સ્ટોર બંધ હોય તો તમે બીજાને જણાવવા માટે સાઈટ પર સ્થિતિ અપડેટ કરી શકો છો.

આ વેબસાઈટ દ્વારા યૂઝર્સ દુકાનોના સામાન વિશે, હાઈજીન વિશે ફીડબેક આપીને બીજાને પણ જણાવી શકશે. સાથે જ સ્માર્ટફોન દ્વારા આ દુકાનોની તસવીર પણ મોકલી શકાશે.

stillopen.inની સર્વિસ હાલમાં બેંગલોર, હૈદ્રાબાદ, ચેન્નઈ, પુણે, મુંબઈ, નવી મુંબઈ, ઠાણે, દિલ્હી, ગુડગાંવ, નોયડા, ગ્વાલિયર, ગાજિયાબાદ, ફરીદાબાદ, લખનઉ, કોલકાતા, અમદાવાદ, પટના, ઇન્દોર, જયપુર, કોચ્ચિ, ચંદીગઢ, કોયમ્બતુર અને સિકંદરાબાદમાં ઉપલબ્ધ છે.