આનંદ મહિન્દ્રાએ આ વાતનું ધ્યાન દોરનાર મહિલા યુઝરનો જવાબ આપ્યો હતો. આ મહિલાએ લખ્યું હતું કે, મને એમ લાગે છે કે, બોર્ડરૂમમાં પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ સ્ટીલની બોટલો હોવી જોઇએ,”
આનંદ મહિન્દ્રાએ તેમના મૂળ ટ્વીટમાં એમ લખ્યું હતું કે, મારા કેલેન્ડર વર્ષમાં કે.સી.એમ.ઇ.ટી સ્કોલરશીપ માટેની પસંદગીની પ્રક્રિયા ઉત્સાહજનક હોય છે. આ યુવાનોની અમાપ શક્તિ અને સ્વ તાકાત પરની તેમની પ્રતિબદ્ધતા ખરેખર ગજબની છે,”
આનંદ મહિન્દ્રાએ પ્લાસ્ટિક બોટલનાં સંદર્ભમાં લખ્યું કે, “હવે પછી પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ. એ દિવસે આટલી બધી બોટલો જોઇ અમને પણ ક્ષોભ થયો હતો.” આનંદ મહિન્દ્રાનાં આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર લોકોએ તેમની પ્રશંસા કરી હતી.