રિલાયન્સ નેવલનો શેર 95 પૈસાથી સતત વધી રહ્યો છે અને તેનો ભાવ 7.31 રૂપિયા થઈ ગયો છે. 2009માં રિલાયન્સ નેવલના શેરોનું લિસ્ટિંગ થયા બાદ તેના ભાવમાં જોવા મળેલો આ સૌથી મોટો ઉછાળો છે.
જોકે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, શેરના ભાવમાં જોવા મળેલો ઉછાળો માત્ર અટકળો આધારિત છે અને કંપનીના ફન્ડામેન્ટલમાં કોઇ ફેરફાર થયો નથી. કંપનીમાં સૃથાપિત હિતો ધરાવતા ઓપરેટરો દ્વારા આ શેર ચલાવવામાં આવી રહ્યો છે.
જોકે આ અંગે કંપનીનો સંપર્ક સાધી શકાયો નથી અને કંપની દ્વારા એવી કોઈ જાહેરાત પણ કરવામાં આવી નથી કે જેના કારણે કંપનીના શેરના ભાવમાં મોટા પાયે ઉછાળો જોવા મળે.
આ દરમિયાન બેંકરપ્સી ટ્રિબ્યુનલ રિલાયન્સ નેવલને બેંકરપ્સીમાં મૂકવાનું વિચારી રહ્યું છે કારણકે આઈડીબીઆઈ બેંકના નેતૃત્ત્વવાળા લેણદારોએ કંપનીનું દેવું રિસ્ટ્રક્ચર નહીં કરવાનો નિર્ણય લીધો છે.