નવી દિલ્હી: છેલ્લા ધણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે કે 31 ડિસેમ્બર બાદ બે હજાર રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયામાં આ પ્રકાર સમાચાર વાયરલ થયા બાદથી જ નાગરિકો ફરીવાર ચિંતામાં મુકાયા છે. રાજ્ય નાણા મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં આ વાયરલ મેસેજને અફવા ગણાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, બ્લેકમનીને રોકવા માટે અને ડિજિટલ પેમેન્ટ વધારવા માટે 8 નવેમ્બર 2016ના નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી.બાદમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ ભારતમાં ગેરકાયદેસર બની હતી.

આ અંગે મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજને અફવા ગણવ્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે બજારમાં બે હજાર રૂપિયાની નોટ ફરી રહી છે તેને જોતા બે હજારની નોટ બંધ કરવાની હાલ કોઇ જરૂરીયાત નથી.