Axis Bank Update: Axis Bank એ ઘણા પ્રકારના સેવિંગ એકાઉન્ટ્સમાં લઘુતમ એકાઉન્ટ બેલેન્સ વધારવાની જાહેરાત કરી છે. આ સિવાય ફ્રી કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા 2 લાખ રૂપિયાથી ઘટાડીને 1.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી સિસ્ટમ 1 એપ્રિલ, 2022થી અમલમાં આવી છે.
મેટ્રો અને શહેરી વિસ્તારોમાં ખાતાઓ માટે લઘુત્તમ બેલેન્સ જાળવણી મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે. આ ફેરફાર ફક્ત તે ગ્રાહકોને જ લાગુ થશે જેમને 10,000 રૂપિયાનું લઘુત્તમ બેલેન્સ જાળવવું જરૂરી હતું.
બચત ખાતા ધારકોને તેમના બેંક ખાતામાં લઘુત્તમ માસિક બેલેન્સ જાળવવું જરૂરી હોય છે અને મોટાભાગની બેંકો આ બેલેન્સ જાળવી ન રાખવા બદલ દંડ વસૂલે છે. એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર, મેટ્રો અને શહેરી સ્થળોએ સરળ બચત અને સમકક્ષ યોજનાઓ માટે લઘુત્તમ એકાઉન્ટ બેલેન્સ મર્યાદા 10,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે. ઘરેલું અને NRI ખાતાઓ માટે લઘુત્તમ ખાતાના બેલેન્સમાં ફેરફાર લાગુ પડે છે.
લઘુતમ બેલેન્સ ન રાખવા પર ફી
જો જરૂરી લઘુતમ રકમ ન રાખવા પર જરૂરી રકમમાં પ્રત્યેક રૂ. 100ના તફાવત માટે, શહેરી ગ્રાહકો માટે રૂ. 75ના લઘુતમ ચાર્જ સાથે રૂ. 5 વત્તા રૂ. 75 અથવા રૂ. 500 બેમાંથી જે ઓછું હોય તે માસિક સર્વિસ ચાર્જ (MSF) લાગુ પડશે.
માસિક રોકડ વ્યવહાર મર્યાદા
સરળ બચત અને સમાન ખાતાઓ માટે માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા રૂ. 2 લાખથી ઘટાડીને રૂ. 1.5 લાખ કરવામાં આવી છે. અગાઉ, માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદા અગાઉ ચાર વ્યવહારો અથવા રૂ. 2 લાખ હતી જે હવે, માસિક રોકડ વ્યવહાર મુક્ત મર્યાદાને ઘટાડીને પ્રથમ ચાર વ્યવહારો અથવા રૂ. 1.5 લાખ કરવામાં આવી છે. બેંકે નોન-હોમ અને થર્ડ પાર્ટી કેશ લિમિટમાં કોઈ ફેરફાર કર્યો નથી.