નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ક્રેડિટ કાર્ડ ધારકો માટે માઠા સમાચાર છે. SBI ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર પર હવે તમને 0.75 ટકા કૅશબેક મળશે નહીં. બેંક દ્વારા ક્રેડીટ કાર્ડ ગ્રાહકોને ટેકસ્ટ મેસેજ મોકલીને જાણ કરવામાં આવી રહી છે કે, 1 ઑક્ટોબરથી કેશબેક બંધ કરવા જઈ રહ્યું છે. હાલ SBI ક્રેડીટ કાર્ડ દ્વારા ફ્યૂલ ખરીદવા પર ગ્રાહકોને 0.75 ટકા કૅશબેક મળી રહ્યું છે, જેને 1 ઓક્ટોબરથી બંધ કરવામાં આવી રહ્યું છે.



1 ઑક્ટોબરથી પેટ્રોલ પંપ ઉપર ફ્યૂલ ભરાવ્યા પછી ડીજીટલ ટ્રાન્જેક્શનના બદલે મળનાર 0.75 ટકા કૅશબેક ખતમ કરી રહી છે. સરકારી તેલ કંપનીઓએ તેને આગળ યથાવત્ ન રાખવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને SBI કાર્ડે ગ્રાહકોને મેસેજ મોકલીને જાણકારી આપી છે.



નોટબંધીના એક મહીના પછી 8 ડિસેમ્બર 2016ના રોજ સરકારે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે ઘણી જાહેરાતો કરી હતી. નોટબંધીના એક મહીના પછી ડિજીટલ પેમેન્ટ ડબલ થઈ ગયું હતું. ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે પેટ્રોલ પંપો ઉપર કાર્ડથી ચુકવણી પર 0.75 ટકા છુટ આપવામાં આવશે. આ છુટ બધી સરકારી તેલ કંપનીઓના પેટ્રોલ પંપ ઉપર મળતી હતી.

મારુતિએ કારના ભાવમાં કર્યો ઘટાડો, નવો ભાવ આજથી જ થયો લાગુ, જાણો વિગતે

રન દોડતી વખતે એક જ છેડા પર ભેગા થઈ ગયા બંને બેટ્સમેન ને પછી બાખડી પડ્યા, જુઓ વીડિયો

સુરતમાં ભારે બફારા બાદ તૂટી પડ્યો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક