નવી દિલ્હીઃ દેશનો ઓટો ઉદ્યોગ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ બુધવારે વિવિધ મોડલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ અલ્ટો 800, એલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, સેલેરિયા, બલેનો ડીઝલ, ઈગ્નિસ, ડીઝાયર ડીઝલ, વિટારા બ્રેઝા અને એસ-ક્રોસ મોડલના ભાવમાં ઘટાડો કર્યો છે.




કંપની દ્વારા ઉપરોક્ત તમામ મોડલમાં 5,000 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે. પ્રમોશનલ ઓફર્સના ભાગ રૂપે કંપનીએ ભાવમાં ઘટાડો કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યાના એક સપ્તાહની અંદર જ મારુતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.



આ મહિનાની શરૂઆતમાં મારુતિ સુઝુકીના ચેરમેન આર. સી. ભાર્ગવે કહ્યું કે કાર નિર્માતાઓને લાગે છે કે ગત મહિનાની તુલનામાં સપ્ટેમ્બર મહિનામાં કારોનું વેચાણ વધવાની આશા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઑટોમોબાઇલ સૅક્ટરમાં સતત ઘટાડાની સ્થિતિ ઊભી થયેલી છે. મારુતિ સુઝુકીના સ્થાનિક બજારમાં ઑગસ્ટ મહિનામાં વેચાણ લગભગ 34.3 ટકા સુધી ઘટી ગયું હતું, જે હાલમાં થનારો સૌથી મોટો ઘટાડો હતો.

ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ બુમરાહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું