નવી દિલ્હી: બજાજે સત્તાવાર રીતે Avenger Street 160 ભારતમાં લોન્ચ કરી દીધી છે. Avenger Street 160માં સિંગલ ચેનલ ABS બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ બાઈક એવેન્જર 180 કરતા થોડીક સસ્તી પણ છે. સાથે નવી એવેન્જર સ્ટ્રીટ 160થી જૂની એવેન્જર 180ને રિપ્લેસ કરી દીધી છે. જેમાં સેફ્ટી ટેક અપડેટ આપવામાં આવ્યું નહતું.


બાજજે આ બાઈકમાં 160.4 સીસીનું સિંગલ સિલેન્ડર, એર કુલ્ડ એન્જીન આપ્યું છે. જે એવેન્જર 180ના એન્જીની જેમ આઉટપુટ આપે છે. બજાજે આ જ એન્જીનનો ઉપયોગ પલ્સર એનએસ 160માં પણ કર્યો છે. જો કે આઉટપુટ થોડુ અલગ છે.


એવેન્જર 180માં વર્તમાન એન્જીન બાઈકને 15.5 હોર્સપાવર અને 13.7 એનએમનો ટોર્ક આપે છે. એટેલે કે બન્ને બાઈકની ક્ષમતા લગભગ સરખી છે. આ સિવાય બન્ને બાઈકમાં તમામ વસ્તુઓ એક જેવી જ મળશે.



નવી બજાજ એવેન્જર સ્ટ્રીટ 160માં 177 એમએમનું ગ્રાઉન્ડ ક્લિયરેન્સ મળે છે. આ બાઈકનું વજન પણ એવેન્જર 180 જેટલુંજ 150 કિલોગ્રામ છે. નવી એવેન્જરને બે કલરમાં ઉપલબ્ધ છે સ્પાઈશ રેડ અને ઇબોની બ્લેક.


Avenger Street 160 ની એક્સ શો રૂમ દિલ્હીની કિંમત 82,253 રૂપિયા છે. જે એવેન્જર 180 કરતા લગભગ 6 હજાર રૂપિયા સસ્તી છે. આ બાઈકનો સીધો મુકાબલો સુઝુકી ઇન્ટ્રૂડર સાથે થે. જો કે બન્નેની કિંમતમાં ઘણો અંતર છે.