નવું નાણાકીય વર્ષ 2022-23 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તેના પહેલા મહિનામાં એટલે કે એપ્રિલમાં, બેંકો 15 દિવસ સુધી કામ કરશે નહીં. દેશના વિવિધ સ્થળોએ વિવિધ કારણોસર બેંકો 9 દિવસ સુધી કામ કરશે નહીં. આ સિવાય 4 રવિવાર અને 2 શનિવારે પણ બેંકો બંધ રહેશે.

બેંગ્લોર અને હૈદરાબાદ સહિત ઘણા સ્થળોએ 3 દિવસની રજા સાથે મહિનાની શરૂઆત

બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગર 3 દિવસની રજા સાથે એપ્રિલથી શરૂ થશે. 1 થી 3 એપ્રિલ સુધી બેંકોમાં કોઈ કામ નહીં થાય. આ સિવાય ગુવાહાટીમાં 14 થી 17 એપ્રિલ સુધી સતત 4 દિવસ બેંકો બંધ રહેશે.

તારીખ

બંધ રહેવાનું કારણ

ક્યાં બંધ રહેશે

1 એપ્રિલ

બેંખ ખાતાનું વાર્ષિક ક્લોઝિંગ

તમામ જગ્યાએ

2 એપ્રિલ

ગુડી પડવા-ઉગાડી ફેસ્ટિવલ-નવરાત્રિનો પ્રથમ દિવસ-તેલુગુ નવું વર્ષ-સજિબૂ નોંગમપાંબા (ચૈરોબા)

બેલાપુર, બેંગલુરુ, ચેન્નઈ, હૈદ્રાબાદ, ઇમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંક બંધ

3 એપ્રિલ

રવિવાર

તમામ જગ્યાએ

4 એપ્રિલ

સરહુલ

રાંચી

5 એપ્રિલ

બાબૂ જગજીવન રામનો જન્મદિવસ

હૈદ્રાબાદ

9 એપ્રિલ

મહિનાનો બીજો શનિવાર

તમામ જગ્યાએ

10 એપ્રિલ

રવિવાર

તમામ જગ્યાએ

14 એપ્રિલ

ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી/ મહાવીર જયંતિ/ વૈશાખી/ તમિલ નવું વર્ષ/ ચારોબા, બીજુ ઉત્સવ/ બોહર બિહુ

શિલોંગ અને શિમલા સિવાય તમામ જગ્યાએ

15 એપ્રિલ

ગુડ ફ્રાઈડે/બંગાળી નવું વર્ષ/હિમાચલ દિવસ/વિશુ/બોહાગ બિહુ

જયપુર, જમ્મુ અને શ્રીનગરને છોડીને તમામ જગ્યાએ

16 એપ્રિલ

બોહાગ બિહુ

ગુવાહાટી

17 એપ્રિલ

રવિવાર

તમામ જગ્યાએ

21 એપ્રિલ

ગડિયા પૂજા

અગરતલા

23 એપ્રિલ

મહિનાનો ચોથો શનિવાર

તમામ જગ્યાએ

24 એપ્રિલ

રવિવાર

તમામ જગ્યાએ

29 એપ્રિલ

શબ-એ-કદર/જુમાત-ઉલ-વિદા

જમ્મુ અને શ્રીનગર