Bank Holiday on October 2023: આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ઑક્ટોબરની શરૂઆત સાથે ઘણા નાણાકીય ફેરફારો થયા છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. બેંકો સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણી વખત બેંકોમાં લાંબી રજાઓના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બેંકની રજાઓ અનુસાર તમારા કામનું આયોજન કરવું જરૂરી છે. ગ્રાહકોની સુવિધા માટે, રિઝર્વ બેંક તહેવારો અને વર્ષગાંઠો અનુસાર બેંક રજાઓની યાદી બહાર પાડે છે.


ઓક્ટોબરમાં ઘણી રજાઓ છે 


ઓક્ટોબર મહિનામાં ઘણા મોટા તહેવારો આવવાના છે. જેમાં દુર્ગા પૂજા, દશેરા, લક્ષ્મી પૂજા જેવા ઘણા તહેવારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ મહિને ગાંધી જયંતિ અને સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે. ઓક્ટોબરમાં 31માંથી 16 દિવસ બેંકમાં રજા રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.


ઓક્ટોબર 2023માં આ દિવસોમાં બેંકો બંધ રહેશે 


1 ઓક્ટોબર 2023- રવિવાર
2 ઓક્ટોબર, 2023- ગાંધી જયંતિના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
8 ઓક્ટોબર, 2023- રવિવાર
14 ઓક્ટોબર, 2023- મહાલયના કારણે કોલકાતામાં અને બીજા શનિવારના કારણે સમગ્ર દેશમાં બેંકોમાં રજા રહેશે.
15 ઓક્ટોબર, 2023- રવિવાર
18 ઓક્ટોબર 2023- કટી બિહુને કારણે ગુવાહાટીમાં બેંકમાં રજા રહેશે.
21 ઓક્ટોબર, 2023- દુર્ગા પૂજા/મહા સપ્તમીના કારણે અગરતલા, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતામાં બેંકો બંધ રહેશે.
22 ઓક્ટોબર 2023- રવિવાર
23 ઓક્ટોબર 2023- અગરતલા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ અને ત્રિવેન્દ્રમમાં દશેરા/આયુધા પૂજા/દુર્ગા પૂજા/વિજય દશમીને કારણે બેંક બંધ.
24 ઓક્ટોબર, 2023- દશેરાના કારણે હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
25 ઓક્ટોબર, 2023- દુર્ગા પૂજા (દસઈ)ના કારણે ગંગટોકમાં બેંકોમાં રજા રહેશે.
26 ઓક્ટોબર , 2023- દુર્ગા પૂજા (દસઈ)/એક્સેશન ડે બેંકો ગંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બંધ રહેશે.
27 ઓક્ટોબર, 2023- ગંગટોકમાં દુર્ગા પૂજા (દસઈ) પર બેંકો બંધ રહેશે.
28 ઓક્ટોબર, 2023- લક્ષ્મી પૂજા અને ચોથા શનિવારના કારણે કોલકાતા સહિત સમગ્ર દેશમાં બેંકોમાં રજા રહેશે.
29 ઓક્ટોબર , 2023- રવિવાર
31 ઓક્ટોબર, 2023- સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર અમદાવાદમાં બેંકોમાં રજા રહેશે.


રજાઓમાં બેંકોમાં કામ કેવી રીતે પૂર્ણ કરવું


ઘણી વખત સતત ઘણા દિવસો સુધી બેંક રજાઓના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ આજકાલ બેંકિંગની બદલાતી રીતને કારણે તમે બેંકો બંધ હોવા છતાં પણ તમારું મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવા માટે, તમે નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અથવા યુપીઆઈનો ઉપયોગ કરી શકો છો. તમે રોકડ ઉપાડ માટે ATM નો ઉપયોગ કરી શકો છો.