Bank of Baroda Property offer: જો તમારું સસ્તા ઘરનું સપનું છે તો બેંક ઓફ બરોડા તેને પૂરું કરી શકે છે. બેંક ઓફ બરોડા પ્રોપર્ટી વેચવાની ઓફર લઈને આવી રહી છે. બેંક ઓફ બરોડાની આ ઓફરમાં તમને કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે. BoBએ મિલકતની હરાજી માટે ઈ-ઓક્શન કરવાનો નિર્ણય લીધો છે.


BoBએ ટ્વિટ કર્યું


બેંક ઓફ બરોડાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને માહિતી આપી છે કે તે 29મી જાન્યુઆરીથી મેગા ઓક્શન શરૂ કરવા જઈ રહી છે. મોટાભાગની મિલકતો જે ડિફોલ્ટની યાદીમાં છે તે બેંકો દ્વારા હરાજીમાં મૂકવામાં આવે છે અને બેંક તેનું વેચાણ કરીને તેની લોન વસૂલ કરે છે. IBPAI એ માહિતી આપી છે કે BoB વતી મિલકતની હરાજી કરવામાં આવી રહી છે.


29 જાન્યુઆરી 2022ના રોજ હરાજી થશે


બેંકની રહેણાંક, વાણિજ્યિક, ઔદ્યોગિક અને કૃષિ મિલકતોની હરાજી માટે બેંક 29 જાન્યુઆરીના રોજ મેગા-ઓક્શનનું આયોજન કરી રહી છે અને આ માટે e-Bkray પોર્ટલ https://ibapi.in/ પર નોંધણી કરવાની રહેશે.




મેગા-ઓક્શનમાં ભાગ લેવા માટે કોની જરૂર પડશે


મેગા ઓક્શનમાં ભાગ લેવા માટે તમારે અથવા બિડરે ઉલ્લેખિત વેબસાઇટ પર જરૂરી KYC દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. KYC દસ્તાવેજોની ચકાસણી ઈ-ઓક્શન સેવા પ્રદાતા દ્વારા કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે, તેથી જો તમે ઇ-ઓક્શન અથવા મેગા-ઓક્શનમાં ભાગ લેવા માંગતા હોવ તો તમારે તેના માટે અગાઉથી તૈયારી કરવી પડશે.