FD Rates Increased: દેશની બે સરકારી ક્ષેત્રની બેંકો એટલે કે પંજાબ અને સિંધ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રે તેમના ફિક્સ ડિપોઝિટના દરમાં વધારો કર્યો છે. બંન્ને બેંકોએ તેમની 2 કરોડથી ઓછી એફડી પર તેમની એફડી દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. બંન્ને બેંકોના નવા વ્યાજ દરો 22 ઓગસ્ટ 2022થી અમલમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટ વધારવાના નિર્ણય બાદ બેંકો સતત તેમના FD રેટ, સેવિંગ બેંક એકાઉન્ટ અને RD રેટમાં વધારો કરી રહી છે. હવે આ યાદીમાં બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકનું નામ પણ સામેલ થઈ ગયું છે.

દેશમાં વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ભારતીય રિઝર્વ બેંક સતત તેના રેપો રેટમાં વધારો કરી રહી છે. મે અને જૂન મહિનામાં કેન્દ્રીય બેંકે રેપો રેટમાં વધારો કર્યો હતો. હાલમાં રેપો રેટ 5.40% છે. રેપો રેટમાં વધારાને કારણે ગ્રાહકોને ડિપોઝિટ પર વધારે વ્યાજ મળી રહ્યું છે, પરંતુ સાથે જ લોન પર વ્યાજ દર પણ વધી રહ્યો છે. તેનાથી ગ્રાહકો પર EMIનો બોજ પણ વધી રહ્યો છે. ચાલો અમે તમને બેંક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેંકના નવીનતમ FD દરો વિશે માહિતી આપીએ.

2 કરોડથી ઓછી FD પર બેંક ઓફ મહારાષ્ટ્રનો વ્યાજ દર

 

7-30 દિવસ- 2.75%

31-45 દિવસ-3.00%

46-90 દિવસ- 3.50%

91-119 દિવસ- 3.75%

120-180 દિવસ- 3.90%

181-270 દિવસ- 4.25%

271-364 દિવસ - 5.00%

1 વર્ષ - 5.40%

1-2 વર્ષ-5.40%

2-3 વર્ષ - 5.40%

3-5 વર્ષ - 5.40%

5 વર્ષથી ઉપર - 5.40%

 

પંજાબ- સિંધમાં રૂ. 2 કરોડથી ઓછીની FD પર વ્યાજ દર-

7-14 દિવસ સુધી - 2.80%

15-30 દિવસ- 2.80%

31-45 દિવસ- 3.00%

46-90 દિવસ- 3.80%

91-120 દિવસ- 3.95%

121-150 દિવસ- 4.00%

151-179 દિવસ- 4.00%

180-269 દિવસ- 4.50%

270-364 દિવસ- 4.65%

1-2 વર્ષ સુધી - 5.65%

2-3 વર્ષ - 5.80%

3 વર્ષથી 5 વર્ષ - 5.75%

5 થી 10 વર્ષ - 5.75%

 

Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય

LIC Housing Home Loan: LIC હાઉસિંગ ફાઇનાન્સે પ્રાઇમ લેન્ડિંગ રેટમાં કર્યો વધારો, જાણો હોમ લોન કેટલી થશે મોંઘી

Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ

AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ