બે દિવસની હડતાળમાં ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ), SBI, BoB જેવી કેટલીક સાર્વજનિક બેન્કો જોડાઇ છે.
બેન્કોની હડતાળના કારણે ગ્રાહકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી શકે છે, જેમાં બેન્કિંગ કામકાજ સિવાય એટીએમ મશીનોમાં પૈસાની અછતના કારણે પણ પ્રૉબ્લમ સર્જાઇ શકે છે. જોકે, આ હડતાળથી પ્રાઇવેટ બેન્કો દુર રહી છે.
માર્ચમાં પણ ત્રણ દિવસની હડતાળ
આ હડતાળ બાદ એકવાર ફરીથી વાતચીતની કોશિશ કરવામાં આવશે, જો વાતચીત બરાબર ના થઇ તો માર્ચેમાં ફરીથી હડતાળ થઇ શકે છે. માર્ચેમાં 11, 12 અને 13 તારીખે એમ ત્રણ દિવસ ફરીથી હડતાળની ચેતાવણી આપવામાં આવી છે. એટલુ જ નહીં શરતો નહીં માનવામાં આવે તો 1લી એપ્રિલ 2020થી અનિશ્ચિતકાળ સુધીની હડતાળની પણ ચેતાવણી આપવામાં આવી છે.