SIP calculator 2026: આજના સમયમાં લોકો બેંક FD કરતા શેરબજાર અને SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) માં રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જો તમે પણ લાંબા ગાળે મોટું ફંડ બનાવવાનું વિચારી રહ્યા છો, તો દર મહિને માત્ર 2000 રૂપિયાની SIP કરીને તમે કરોડપતિ બની શકો છો. SIP માં કમ્પાઉન્ડિંગનો (વ્યાજ પર વ્યાજ) એવો જોરદાર ફાયદો મળે છે કે થોડા વર્ષોમાં તમારી નાની બચત એક વિશાળ રકમ બની જાય છે. આવો જાણીએ કે 2000 રૂપિયાની SIP થી 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવામાં કેટલા વર્ષ લાગશે અને નફા પર ટેક્સની ગણતરી કેવી રીતે થશે.

Continues below advertisement

SIP માં તમે જેટલો લાંબો સમય ટકી રહેશો, તમારો નફો એટલો જ વધશે. ગણતરી મુજબ, જો તમે દર મહિને 2000 રૂપિયાની SIP શરૂ કરો છો અને તેના પર તમને સરેરાશ 12 ટકા વાર્ષિક વળતર મળે છે, તો 35 વર્ષમાં તમારી પાસે 1.10 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થઈ જશે. આ 35 વર્ષના ગાળામાં તમારા ખિસ્સામાંથી માત્ર 8.40 લાખ રૂપિયાનું રોકાણ થશે, જ્યારે વળતર પેટે 1.01 કરોડ રૂપિયા મળશે. એવી જ રીતે, જો વળતર થોડું વધુ એટલે કે 15 ટકા મળે, તો 30 વર્ષમાં જ 1.12 કરોડ રૂપિયાનું ફંડ તૈયાર થઈ શકે છે. જેમાં તમારું રોકાણ 7.20 લાખ રૂપિયા અને સામે વળતર અંદાજે 1.05 કરોડ રૂપિયા હશે.

Continues below advertisement

દર મહિને ₹10,000 ની SIP થી 10000000 રૂપિયાનું ફંડ ક્યારે બનશે? સરળ ભાષામાં ગણતરી સમજો

આટલો મોટો નફો જોઈને ખુશ થવાની સાથે ટેક્સના નિયમો પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. SIP માંથી મળતા વળતર પર તમારે કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડે છે. જો તમે 12 મહિનાથી વધુ સમય સુધી રોકાણ જાળવી રાખો છો, તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ લાગે છે, જેનો વર્તમાન દર 12.5 ટકા છે. પરંતુ જો તમે ઉતાવળ કરીને 12 મહિના પહેલાં જ પૈસા ઉપાડી લો છો (SIP બંધ કરો છો), તો તમારે નફા પર 20 ટકા લેખે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. તેથી જ, ટેક્સ બચાવવા અને કમ્પાઉન્ડિંગનો પૂરેપૂરો ફાયદો લેવા માટે લાંબા ગાળા સુધી રોકાણ ચાલુ રાખવું એ જ સમજદારીભર્યો નિર્ણય છે.

₹10,000 ની SIP કે ₹10 લાખનું એકસાથે રોકાણ? જાણો 10 વર્ષ પછી ક્યાં મળશે સૌથી વધુ રિટર્ન!