નવી દિલ્હીઃ ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) ને લઈ મોટા સમાચાર છે. કંપનીએ વિદેશી કંપની સાથે કરાર કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવો બેસ તૈયાર કરવાનો ફેંસલો લીધો છે.


કંપનીએ સોમવારે જણાવ્યું, વર્તમાન કોવિડ-19 સંકનટા કારણે પેદા થયેલા આર્થિક સંકટથી મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રે કોઈ એક સ્થાન પર તમામ ફેસિલિટી રાખવી યોગ્ય ન ગણાય તે સ્પષ્ટ થઈ ગયું છે. દેશમાં મેન્યુફેક્ચરિંગ બેસ સ્થાપવા માટે વૈશ્વિક કંપનીઓને ભાગીદાર બનાવવા અને પોતાની સુવિધાનો લાભ ઉઠાવવા રસ હોય તેવા એકમો પાસેથી અરજી મંગાવાઈ છે.

ભેલે કહ્યું, સપ્લાઇ ચેન અને મેન્યુફેક્ચરિંગના ડાઇવર્સિફિકેશનની જરૂરિયાતે ભારતને એક મોટો અવસર આપ્યો છે, જે વિશ્વમાં સૌથી ઝડપે વધતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે. ભારતમાં મજબૂત લોકતાંત્રિક શાસન વ્યવસ્થા, એક સારી સ્થાપિત ન્યાય પ્રણાલી, યુવા કાર્યબળની સાથે એક આકર્ષક રોકાણ સ્થળ છે. સૌથી મોટા ઘરેલુ બજાર અને અનુકૂળ રોકાણ નીતિની સાથે ભારત નવી કંપનીઓ માટે આકર્ષક સ્થાન બનીને ઉભર્યુ છે.

આજના કારોબારમાં કંપનીનો શેર 2.77 ટકાના ઘટાડા સાથે 22.85 રૂપિયા પર બંધ રહ્યો હતો. કંપનીની 52 વીકના તળિયાનો ભાવ 18.40 અને સર્વોચ્ચ ભાવ 75.50 રૂપિયા છે.