Gold-Silver Price Today:ઈરાન સામે અમેરિકાના ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતાના કારણે સોના-ચાંદીના ભાવોમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઈમ્પોર્ટ ડ્યુટી વધવા છતાં 16 મેના રોજ સોનું અને ચાંદી બંનેના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી અને રોકાણકારોની પ્રોફિટ બુકિંગના કારણે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં લગભગ 4 ટકા સુધીનો ઘટાડો થયો છે.

Continues below advertisement

MCX પર સોનું અને ચાંદીમાં ઘટાડોMulti Commodity Exchange of India પર સોનાના વાયદા ભાવમાં 1.52 ટકા એટલે કે ₹2,478 નો ઘટાડો નોંધાયો. ત્યારબાદ સોનાનો ભાવ ઇન્ટ્રાડેમાં ₹1,59,500 સુધી પહોંચી ગયો.જ્યારે ચાંદીમાં 4.12 ટકા એટલે કે ₹12,000 નો મોટો ઘટાડો આવ્યો અને તેનો ભાવ ₹2,79,102 સુધી પહોંચી ગયો.

Continues below advertisement

આ પણ વાંચો:Central Bank માં જમા કરો ₹2,00,000 રુપિયા અને મળેવો ₹98,849 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે 

દેશના મોટા શહેરોમાં આજના ગોલ્ડ રેટ

નવી દિલ્હી24 કેરેટ – ₹15,805 પ્રતિ ગ્રામ22 કેરેટ – ₹14,489 પ્રતિ ગ્રામ18 કેરેટ – ₹11,857 પ્રતિ ગ્રામ

મુંબઈ24 કેરેટ – ₹15,79022 કેરેટ – ₹14,474

ચેન્નઈ24 કેરેટ – ₹16,10722 કેરેટ – ₹14,764

કોલકાતા24 કેરેટ – ₹15,79022 કેરેટ – ₹14,474

બેંગલુરુ24 કેરેટ – ₹15,79022 કેરેટ – ₹14,474

આજે ભારતમાં ચાંદીના ભાવ

દેશમાં ચાંદીનો ભાવ હાલમાં ₹289.80 પ્રતિ ગ્રામ અને ₹2,89,900 પ્રતિ કિલોગ્રામ છે.

શહેર પ્રમાણે ચાંદીના દર

દિલ્હી10 ગ્રામ – ₹2,899100 ગ્રામ – ₹28,9901 કિલો – ₹2,89,900

મુંબઈ10 ગ્રામ – ₹2,899100 ગ્રામ – ₹28,9901 કિલો – ₹2,89,900

ચેન્નઈ10 ગ્રામ – ₹3,049100 ગ્રામ – ₹30,4901 કિલો – ₹3,04,900

હૈદરાબાદ10 ગ્રામ – ₹3,049100 ગ્રામ – ₹30,4901 કિલો – ₹3,04,900

એપ્રિલમાં સોનાના આયાતમાં 82% નો વધારોભારતમાં એપ્રિલ મહિનામાં સોનાનો આયાત 81.69 ટકા વધીને 5.62 અબજ ડોલર થયો છે. જ્યારે ચાંદીનો આયાત 157.16 ટકા વધીને 41.1 કરોડ ડોલર સુધી પહોંચી ગયો છે. નાણાકીય  વર્ષ 2025-26 દરમિયાન સોનાનો કુલ આયાત 24 ટકા વધીને રેકોર્ડ 71.98 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જ્યારે માત્રાના હિસાબે તે 4.76 ટકા ઘટીને 721.03 ટન રહ્યો છે. ચાંદીનો આયાત લગભગ 150 ટકા વધીને 12 અબજ ડોલર થયો છે, જ્યારે માત્રાના આધારે તેમાં 42 ટકા વધારો થઈ 7,334.96 ટન સુધી પહોંચી ગયો છે.