જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો આ અહેવાલથી તમને ઝાટકો લાગી શકે છે. 1 માર્ચના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે નોટિસ બહાર પાડી છે જે અનુસાર હવે એક મર્યાદાથી વધારે રોકડ ઉપાડ અથવા જમામ કરવા પર ચાર્જ ચૂકવવો પડશે.

આ નવો નિયમ 1 એપ્રિલ 2021થી લાગુ થવા જઈ રહ્યો છે. તે અંતર્ગત હવે એક લિમિટથી વધારે વખત રોકડ જમા કરવા કે ઉપાડવા પર એક નક્કી ચાર્જ લાગશે. જ્યારે બચત ખાતા માટે જમા કરાવવા પર કોઈ ચાર્જ નહીં હોય પરંતુ એક મહિનામાં માત્ર 4 વખત જ રોકડ ઉપાડી શકાશે. તેનાથી વધારે વખત ઉપાડવા પર 25 રૂપિયા અથવા ઉપાડના 0.5 ચાર્જ લાગશે.

ચાલુ ખાતાની વાત કરીએ તો 25 હજાર રૂપિયા સુધીના ઉપાડ પર કોઈ ચાર્જ નહીં લાગે. પરંતુ તેનાથી વધારે રકમ ઉપાડવા પર 25 રૂપિયાનો ચાર્જ લાગશે. જમા રકમની વાત કરીએ તો એક મહિનામાં 10 હજાર રૂપિયા જમા ફ્રીમાં થશે પરંતુ બાદમાં 25 હજાર રૂપિયાનો ચાર્જ લાગશે.

આધાર આધારિત AEPS ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં નહીં આવે. આ પૂરી રીતે ફ્રી હશે. જ્યારે નોન આઈપીપીબી નેટવર્ક પર મહિનામાં ત્રણ ટ્રાન્ઝેક્શન ફ્રી થશે. રોકડ જમા કરવા અને ઉપાડ તેમાં સામેલ છે. ત્રણ ટ્રાન્ઝેક્શન બાદ તેના પર પણ ચાર્જ લાગશે જેની કિંમત 20 રૂપિયા હશે.

તમને જણાવીએ કે, આ ચાર્જમાં જીએસટી સામેલ નથી. જીએસટી અલગથી લાગશે, ઇન્ડિયા પોસ્ટ તરફતી ગ્રાહકોને મેસેજ કરીને આ જાણકારી આપવામાં આવી રહી છે.