ચાલુ નાણાંકીય વર્ષે પણ પણ પીએફ ખાતાધારકોને 8.5 ટકા વ્યાજ મળશે. વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો જે એક પ્રકારથી રાહત છે. કારણ કે કોરોનાના કારણે વ્યાજદરમાં ઘટાડો થશે તેવી શક્યતા હતી. મહત્વનું છે કે, PF પર વ્યાજદર પહેલેથી જ 7 વર્ષની નીચલી સપાટી પર છે.
શ્રીનગરમાં ગઈકાલે ઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નાણાકીય વર્ષ 2018-19માં આ દર 8.65 ટકા હતો. બોર્ડે અગાઉ કહ્યું હતું કે તે ૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બે હપ્તામાં 8.5 ટકા વ્યાજ ચૂકવશે. 8.15 ટકા ડેટ ઇન્વેસ્ટમેંટ દ્વારા ચૂકવવામાં આવશે અને ઇક્વિટીમાંથી 5.55 ટકા વ્યાજ ચૂકવવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડની બેઠકમાં ઘણા વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. સમિતિએ ઇપીએફઓના વિવિધ સ્રોતોમાં કરેલા રોકાણ, તેના પર મળેલા વળતર અને કોવિડના પ્રભાવને આધારે વ્યાજ દર માટે સમીક્ષા અહેવાલ રજૂ કર્યો હતો.
કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ સહાયક કમિશનર એકે શુક્લાના જણાવ્યા અનુસાર, 6.5 કરોડ લોકોને આ નિર્ણયનો લાભ મળશે. જો કે હવે આ ભલામણો નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે.
જો મંત્રાલય તેમને સ્વીકારે તો તેની સૂચના જારી કરવામાં આવશે. જો નહીં, તો આ ભલામણો ફરીથી સીબીટી બોર્ડને મોકલવામાં આવશે. આ પછી, બોર્ડ તેની પર ફરીથી વિચાર કરશે અને નાણાં મંત્રાલયને મોકલશે.