દિગ્ગજ કંપનીઓના રોકાણથી વધી કિંમત
બિટકોઈનના ભાવ આ સપ્તાહમાં પ્રથમ તબક્કે 50000 ડોલરને આંબી ગયા પછી એકધારા ઉછળતા રહેતાં સપ્તાહના અંતે 57000 ડોલરની ઉપર ગયા છે. અમેરિકાની મોટી તથા ઈલેકટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાએ બિટકોઈન ખરીદવાની જાહેરાત કર્યા પછી બિટકોઈનની બજારમાં તેજીનું તોફાન શરૂ થયું હતું અને જોતજોતામાં ભાવ 7થી 8 હજાર ડોલર વધી જતાં નવા રેકોર્ડ સર્જાયા હતા.
રૂપિયામાં ગણતાં માર્કેટ કેપિટલાઈઝેશન વધી રૂ.75 લાખ કરોડ મનાઈ રહ્યું છે. બિટકોઈનની કુલ માર્કેટ કેપ આ વર્ષે 450 અબજ ડોલર જેટલી વધી છે. આ વર્ષે ભાવ 90થી 95 ટકા વધ્યા છે તથા હવે બિટકોઈનની ગણતરી ડિજીટલ ગોલ્ડ તરીકે થવા લાગી છે!
છેલ્લા બાર મહિનામાં બિટકોઈનનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 178 અબજથી વધી 1006થી 1007 અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. એક સમયે એક ડોલર સામે એક બિટકોઈન મળતું હતું અને હવે આવા એક બિટકોઈન ખરીદવા 57 હજાર ડોલર ચુકવવા પડે છે!
વિશ્વભરમાં જેટલું પણ સોનું છે તેની માર્કેટ વેલ્યૂએશન 9થી 10 ટ્રિલિયન ડોલર છે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે બિટકોઈનની હાલની કિંમત તેની અસરી કિંમત કરતાં ઘણી વધારે છે. વિશ્વમાં હેવ બિટકોઈનની સ્વીકાર્યતા વધી રહી છે. એપલ અને ટેસ્લા જેવી મલ્ટીનેશનલ કંપની પણ બિટકોઈનમાં રોકાણ કરી રહી છે. વિતેલા સપ્તાહે એલન મસ્કની ટેસ્લાએ બિટકોઈનમાં 1.5 અબજ ડોલરનું મોટું રોકાણ કર્યું છે. ઉપરાંત મોટી વીમા કંપનીઓ જેમ કે માસ-મ્યુચ્યુઅલ, એસેટ મેનેજર ગેલેક્સી ડિજિટલ હોલ્ડિંગ, પેમેન્ટ કંપની સ્ક્વેરે પણ બિટકોઈનમાં રોકાણ કર્યું છે. આ જ કારણે બિટકોઈની વેલ્યૂમાં ઉછાળો આવ્યો છે.