ટેસ્લાના પ્રમુખ એલન મસ્કની ટ્વીટના કારણે ફરી એક વખત બિટકોઈનમાં ઘટાડો નોંધાયો છે. એલન મસ્કે એક ટ્વીટ કરી તેના 2 કલાકની અંદર જ બિટકોઈનની કિંમત 54,819 ડોલરથી ઘટીને 45,700 ડોલર થઈ ગઈ હતી. હકીકતે એલન મસ્કે ટ્વીટમાં લખ્યું હતું કે, તેમની કંપની ટેસ્લા હવે વાહન ખરીદનારાઓ પાસેથી બિટકોઈન નહીં સ્વીકારે.
બુધવારે એક ટ્વીટમાં એલોન મસ્કએ કહ્યું હતું કે ટેસ્લા કોઈ બીટકોઈન વેચશે નહીં. જેમ જેમ ક્રિપ્ટોકરન્સી માઇનિંગ વધુ ટકાઉ ઉર્જામાં રૂપાંતરિત થાય છે, તેમ તેમ કંપની ટ્રાન્ઝેક્શન માટે બિટકોઇનનો ફરીથી ઉપયોગ કરશે. મસ્કે લખ્યું કે, 'બિટકોઇન માઇનીંગ અને ટ્રાન્ઝેક્શન માટે ફોસિલ ફ્યુઅલ, ખાસ કરીને કોલસાના ઝડપથી વધતા ઉપયોગ વિશે આપણે ચિંતિત છીએ.
એલન મસ્કે જળવાયુ સમસ્યાના કારણે બિટકોઈન સ્વીકારવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ બિટકોઈનની કિંમત 17 ટકા સુધી ઘટી ગઈ હતી. જે પહેલી માર્ચ બાદની તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમત છે.
બિટકોઈન ત્યારે ક્રિએટ થાય છે જ્યારે હાઈ પાવર્ડ કોમ્પ્યુટર્સ, જટિલ ગાણિતિક પઝલ્સને હલ કરવા માટે અન્ય મશીન સાથે મુકાબલો કરે છે. આ એક એનર્જી ઈન્સેન્ટિવ પ્રોસેસ હોય છે જે અત્યારે ફોસિલ ફ્યૂલ, વિશેષરૂપે કોલસાથી પેદા થનાર વિજળી પર નિર્ભર કરે છે. ટેસ્લા દ્વારા બિટકોઈનથી કાર ખરીદીની મંજૂરી આપ્યા પછીથી અમુક રોકાણકારો અને પર્યાવરણવિદોએ ચિંતા વ્યક્ત કરી હતી.
નોંધનીય છે કે, આ પહેલા વર્ષની શરૂઆતમાં ટેસ્લાએ જાહેરત કરી હતી કે કંપનીએ 1.5 બિલિયન ડોલનરા બિટકોઈન ખરીદ્યા છે અને કંપની ટેસ્લાની કાર ખરીદનાર પાસેથી બિટકોઈન સ્વીકારશે. આ જાહેરાત બાદ બિટકોઈનની કિંમતાં ભારેત ઉછાળો જોવા મળ્યો હતો.
ક્રિપ્ટો બજારમાં સતત રોકાણકારોની સંખ્યા વધી રહી છે. રોકાણ માટે રોકાણકારોનું વલણ ક્રિપ્ટોકરન્સી તરફ વધ્યું છે. માર્કેટ કેપિટલાઈઝેન પ્રમાણે બિટકોઈન હાલમાં ટોપ પર છે. વર્ષ 2020માં બિટકોઈનમાં જોરદાર તેજી જોવા મળી હતી. તેની માર્કેટ કેપ અંદાજે 1,084,798,217,674 ડોલર છે. હાલમાં એક બિટકોઈનની કિંમત અંદાજે 57,825 ડોલર છે. ક્રિપ્ટોકરન્સીમાં બિટોકઈન સૌથી વધારે મોંઘું અને સૌથી વધારે પોપ્યુલર છે. બીજા નંબર પર ઈથીરિયમ છે. ઈથીરિયમની માર્કેટ કેપ અંદાજે 452,903,799,695 ડોલર છે. જ્યારે એક ઈથીરહિયમની કિંમત અંદાજે 3894 ડોલર છે. ત્રીજા નંબર પર બાઈનેન્સ કોઈન છે. તેની માર્કેટ કેપ 103,612,371,117 ડોલર ચે અને એક બાઈનેન્સ કોઈનની કિંમત 668 ડોલર છે.