નવી દિલ્હીઃ વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં ફરી ઉછાળો આવ્યો છે. હાલ બિટકોઇનનો રેટ 51,367.32 ડોલર પર પહોંચ્યો છે.  આશરે 37.50 લાખ રૂપિયા પર ભાવ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન બિટકોઇનનો સર્વોચ્ચ ભાવ 52,636.22 ડોલર અને લઘુત્તમ ભાવ 48,573.79 ડોલર રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઇને 75.32 ટકાનું રિટર્ન આપ્યું છે.


શું છે બિટકોઈન

બિટકોઇન એક ડિજિટલ એસેટ છે. તમે બિટકોઇનને ડિજિટલ કરન્સી પણ કહી શકો છો. એટલે કે ડોલર અને આઇએનઆરની જેમ આ કોઇ ફિઝિકલ કરન્સી નથી.તેનો આવિષ્કાર સંતોષી નાકામોટોએ 2009માં કર્યો હતો. બિટકોઇન સોફ્ટવેર બેઝ્ડ કરન્સી છે અટલે કે બિટકોઇનની જે ટ્રેન્ડિંગ હોય છે, તે સોફ્ટવેર દ્વારા થાય છે. તેનો જે પણ રેકોર્ડ હોય છે તે સોફ્ટવેરની અંદર રહે છે.

એટલે કે તેનો કોઇ એક માલિક નથી હોતો. બિટકોઇન કોઇની વ્યક્તિગત સંપતિ નથી. કોઇપણ દેશ અથવા કંપનીના બિટકોઇન કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો યુઝ કરી શકે છે. બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી કોઇપણ ખરીદી શકે છે અને કોઇપણ તેનો ઉપયોગ કરી શકે છે.

બિટકોઇન દ્વારા તમે ઇન્ટરનેટના માધ્યમ પરથી તમે કંઇપણ ખરીદી શકો છો અને કંઇપણ વેચીને બિટકોઇન કમાઇ શકો છો. અનેક કંપનીઓ બિટકોઇન પ્રોવાઇડ કરે છે. તમે તેમાંથી કોઇપણ કંપનીમાં પોતાનું એકાઉન્ટ ખોલીને બિટકોઇનનું વેચાણ શરૂ કરી શકો છો.