દિલ્હી એનસીઆર અને મુંબઇ જેવા મોટા શહેરોમાં લોકપ્રિય ઇલેક્ટ્રિક કેબ સેવા બ્લૂ સ્માર્ટને લઇને ચોંકાવનારા સમાચાર આવ્યા છે. બ્લૂસ્માર્ટ કેબે કથિત રીતે પોતાના કેટલાક ક્ષેત્રોમાં ઓપરેશનને અસ્થાયી રીતે બંધ કરી દીધા છે. આ કેબ સર્વિસનો સીધો સંબંધ જેનસોલ એન્જિનિયરિંગ લિમિટેડ સાથેના વિવાદ અને સેબીના તાજેતરના આદેશ સાથે છે. બ્લૂ સ્માર્ટના કો-ફાઉન્ડર અનમોલ જગ્ગી અને તેમના ભાઇ પુનિત સિંહ જગ્ગી જે જનસોલ લિમિટેડ સાથે જોડાયેલા છે. તેમના પર સેબીએ કાર્યવાહી કરતા તેઓને માર્કેટમાંથી બેન કરી દીધા છે.
અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંહ જગ્ગી અને જેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ (GEL) સાથે સંકળાયેલી બ્લૂ સ્માર્ટ કેબ સાગા મામલાએ ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો છે, જેમાં નેટીઝન્સે વ્યાપાર જગતમાં સ્થાપકોની પ્રામાણિકતા અને નાણાકીય ગેરવહીવટ પર સવાલ ઉઠાવ્યા છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ GEL અને તેના પ્રમોટર્સ, જગ્ગી બ્રધર્સ વિરુદ્ધ વ્યક્તિગત ખર્ચ માટે ભંડોળના દુરુપયોગ અને ડાયવર્ઝન અંગે કડક આદેશ જાહેર કર્યા હતા. ત્યારબાદ આ અંગે ખુલાસો થયો હતો.
બ્લૂ સ્માર્ટ કેબ સાગાએ ઇન્ટરનેટ પર ભારે હોબાળો મચાવ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ બિઝનેસ સ્થાપકોની છેતરપિંડી અને લોભ, તેમની પ્રામાણિકતામાં ભારે ઘટાડો અને નાણાકીય ગેરવહીવટની ટીકા કરી રહ્યા છે જે દેશ માટે શરમજનક વાત છે.
@rajivtalreja નામના એક ‘એક્સ’ યુઝર્સે લખ્યું હતું કે "કેટલી શરમજનક વાત છે...બ્લૂસ્માર્ટ સંસ્થાપકો દ્ધારા અંગત ઉપયોગ માટે ભંડોળ ડાયવર્ટ કરવાના કારણે બંધ થઇ ગઇ છે. ભારતીય સ્થાપકોએ ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે... આમાંના મોટાભાગના સ્ટાર્ટઅપ ભાઈઓ એક બિઝનેસ આઇડિયા સાથે તેજ દિમાગવાળા ક્લાસિક ઉદાહરણ છે, જે ખગોળીય મૂલ્યાંકન પર નાણાં એકઠા કરે છે, પરંતુ લાંબા ગાળા માટે કંઈક કરવાના ઇરાદા અને પ્રામાણિકતાનો અભાવ ધરાવે છે... જેમ આ જોકર્સ પૈસા એકઠા કરી લે છે, તેમનો લોભ તેમના પર હાવી થઇ જાય છે, તે હતાશામાં પોતાની પેન્ટ ઉતારી દે છે, તેઓ મૂર્ખતા કરવા લાગે છે જેથી તેમની હરકતનો ખુલાસો ના થઇ શકે અને ભારતને વધુ શરમમાં મુકાવું પડે છે. આવા મૂર્ખો પર શરમ આવે છે.
અનમોલ જગ્ગીની બ્લૂસ્માર્ટમાં મોટી ભૂમિકા છે. જેનસોલ વિવાદના કારણે કંપનીની ફંડિંગ અને સંચાલન બંન્નેને અસર પડી છે. રિપોર્ટ અનુસાર, બ્લૂસ્માર્ટે દિલ્હી એરપોર્ટ, નવી દિલ્હી અને ગુરુગ્રામ જેવા વિસ્તારોમાં કેબ સેવાઓ આંશિક રીતે બંધ કરી દીધી છે. કેટલાક મુસાફરોએ ફરિયાદ કરી છે કે તેમને કેબ બુક કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બિઝનેસ જગતમાં ઇમાનદારીના મહત્વ પર ભાર મુકતા @iashishjuneja નામના અન્ય એક 'X' યુઝર્સે લખ્યું હતું કે નાણાકીય ગેરવહીવટને કારણે સંઘર્ષ કરી રહેલા વધુ એક આશાસ્પદ સ્ટાર્ટઅપને જોઈને ખરેખર દુઃખ થયું - ઇકોસિસ્ટમમાં પ્રામાણિકતા પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે."