Boeing CEO: સેફ્ટી સંકટમાં ફસાયેલી વિશ્વની ટોચની એરક્રાફ્ટ ઉત્પાદક કંપની બોઇંગે કડક નિર્ણય લીધો હતો. કંપનીએ તેના CEO ડેવ કેલહુન સહિત તેના ટોચના મેનેજમેન્ટને બહારનો રસ્તો બતાવ્યો છે. ડેવ કેલહુન આ વર્ષના અંત સુધીમાં કંપની છોડી દેશે. આ સિવાય કોમર્શિયલ એરલાઈન્સ વિભાગના વડા નિવૃત્ત થઈ જશે અને અધ્યક્ષ ફરીથી તેમનું પદ સંભાળશે નહીં. તાજેતરમાં બોઇંગ વિમાનો સાથે એવા ગંભીર અકસ્માતો થયા છે કે આખરે કંપનીએ તેના ટોચના મેનેજમેન્ટને હટાવવા પડ્યા છે.

Continues below advertisement


ટેક ઓફ કર્યા બાદ પ્લેનનો દરવાજો હવામાં તૂટી ગયો


તાજેતરમાં બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો દરવાજો ટેકઓફ કર્યા પછી તરત જ હવામાં તૂટી ગયો હતો. જોકે, ક્રૂની બુદ્ધિમત્તાને કારણે અકસ્માત ટળી ગયો હતો અને કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. ડેવ કેલહુને 2020 માં CEO તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પહેલા સીઈઓ રહેલા ડેનિસ મુલેનબર્ગને પણ આવા જ કૌભાંડમાં ફસાયા બાદ પોતાનું પદ ગુમાવવું પડ્યું હતું. પાંચ મહિના ગાળામાં બે નવા 737 મેક્સ અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં 346 મુસાફરો અને ક્રૂ મેમ્બરના મોત થયા હતા. આ પછી ડેનિસ મુલેનબર્ગે રાજીનામું આપી દીધું.


અકસ્માત બાદ તમામ 737 મેક્સની ઉડાણને રોકી દેવામાં આવી હતી


સીઈઓ તરીકેનો કાર્યભાર સંભાળતી વખતે ડેવ કેલહુને કહ્યું હતું કે તેમની પ્રથમ પ્રાથમિકતા સુરક્ષા પગલાંને મજબૂત કરવાની રહેશે. પરંતુ, થોડા દિવસ પહેલા થયેલા અકસ્માતે બોઇંગ પર સવાલો ઉઠાવ્યા હતા. કંપનીએ આગામી આદેશો સુધી તમામ 737 મેક્સના ઉડાણ પર પ્રતિબંધ મુક્યો હતો. આ ઉપરાંત તમામ વિમાનોની સુરક્ષા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા હતા. અમેરિકી સરકારે પણ બોઇંગ સામે તપાસ શરૂ કરી હતી. આ નવા અકસ્માતે કંપનીના સેફ્ટી પ્રોટોકોલ અને સેફ્ટી કંટ્રોલ પર સવાલો ઉભા કર્યા છે.