ગયા વર્ષે પેટીએમએ 'Book a Cylinder' સુવિધા લોન્ચ કરી હતી. આ માટે કંપનીએ પહેલાં એચપી ગેસ અને પછી ઈન્ડિયન ઓઇલ સાથે ભાગીદારી કરી હતી. આ વર્ષે મે મહિનામાં ભારત ગેસ સાથે ટાઈઅપની પણ જાહેરાત કરવામાં આવી છે. પેટીએમ દ્વારા અત્યંત સરળ અને સુવિધાજનક રીતે ગેસ બુકિંગ સુવિધાને કારણે મોટી સંખ્યામાં લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે.
પેટીએમના વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર યાદવે કહ્યું હતું કે, 'એલપીજી સિલિન્ડર એ દેશની સૌથી મોટી યુટિલિટી કેટેગરીમાંની એક છે. આમાં બધાં સામાજિક-આર્થિક વર્ગો અને ભૌગોલિક ક્ષેત્રોના લોકો આવે છે. તે ઉચ્ચ પ્રાથમિકતાની શ્રેણીમાં આવે છે. સાથે જ આવશ્યક સેવાઓનું ડિજિટલાઇઝેશન તરફ આગળ વધવા માટેનું એક પ્રમુખ ડ્રાઇવ પણ છે. અમે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં 1 કરોડ બુકિંગની સંખ્યાને પાર કરવા તરફ કામ કરી રહ્યા છીએ.
Paytmથી Gas Cylinderના બુકિંગ માટે ફોલો કરો આ સ્ટેપ્સઃ
- સૌથી પહેલાં મોબાઈલમાં પેટીએમ એપ ઓપન કરો
- હોમ સ્ક્રીન પર show more ઓપ્શન પર ક્લિક કરો
- Recharge and Pay Billsના ઓપ્શનમાં તમને Book a Cylinder પર ક્લિક કરો
- હવે ગેસ પ્રોવાઈડર સિલેક્ટ કરો, જેમ કે ભારત ગેસ (Bharat Gas), ઈન્ડેન ગેસ (Indane Gas) કે પછી HP Gas
- હવે રજિસ્ટર મોબાઈલ નંબર કે પછી LPG ID નાખો
- ડિટેલ્સ ભર્યા બાદ Proceed પર ક્લિક કરતાં તમને LGP આઈડી, કન્ઝ્યુમરનું નામ અને એજન્સીનું નામ દેખાશે. અને નીચેની તરફ ગેસ સિલિન્ડરની રકમ આવશે.
500 રૂપિયાના કેશબેક માટેની શરતઃ
- પહેલી વખત ગેસ સિલિન્ડર બુક કરાવવા પર મળશે 500 રૂપિયા સુધીનું કેશબેક
- Paytm Gas Booking Promocodeનો FIRSTLPG પ્રોમોકોડ એન્ટર કરો
- આ પ્રોમોકોડ દ્વારા 500 રૂપિયા સુધીનું કેશબેક મળશે
- જો પ્રોમોકોડ નાખવાનું ભૂલી જશો તો કેશબેક નહીં મળે
- આ કેશબેક ઓફર 31 ડિસેમ્બર 2020 સુધી જ વેલિડ છે