Breaking News Live: રાજ્યમાં 3 માર્ચથી CNG ડિલર્સની અચોક્કસ મુદતની હડતાળ
ભૂકંપ માત્ર મણિપુરમાં જ આવ્યો નથી. જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં, મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી.
છેલ્લા બે વર્ષમાં કુલ 26 સિંહના અકુદરતી મૃત્યુ થયા હોવાનો સરકારનો સ્વીકાર
- વર્ષ 2021માં કુલ 124 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહ અકુદરતી રીતે મોતને ભેટ્યા
- વર્ષ 2022માં કુલ 116 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહો અકુદરતી રીતે મોતને ભેટ્યા
- 2021માં કુલ 32 સિહો મૃત્યુ પામ્યા તે પૈકી 5 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2021માં કુલ 31 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહણના અકુદરતી મૃત્યુ થયા
- 2021માં કુલ 61 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 2 સિંહબાળ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2022માં કુલ 21 સિંહના મૃત્યુ થયા તે પૈકી 3 સિંહ અકૂદરતી રીતે મૃત્યુ પામ્યા
- 2022માં કુલ 28 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 4 સિંહણના અકુદરતી રીતે મોત થયા
- 2022માં કુલ 62 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહબાળ અકુદરતી રીતે મોતને ભેટ્યા
આગામી ત્રીજી તારીખથી સીએનજી ડીલર્સની અચોક્કસ મુદતની હડતાલ જશે. ત્રીજી માર્ચના સવારના સાત કલાકથી સીએનજીનું વેચાણ ડીલર્સ કરશે બંધ. છેલ્લા 55 મહિનાથી સીએનજીના વેચાણનું માર્જિન ન વધતા ડીલર્સે નિર્ણય લીધો છે. સરકારમાં અનેક વખત રજૂઆત કર્યા બાદ નિવેડો ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું.
Gujarat Weather Update: રાજ્યમાંથી શિયાળાએ સત્તાવાર વિદાય લીધી છે અને ઉનાળાની શરૂઆત થઈ હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉનાળો શરૂઆતથી આકરો રહેવાનું અનુમાન છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના ઘણા શહેરોમાં 35 થી 37 ડિગ્રી તાપમાન રહેશે. આ વર્ષે ઉનાળામાં હિટવેવની સંભાવના વધારે રહેવાનું હવામાનનું અનુમાન છે. ઉત્તર પૂર્વમાં પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે. આગામી બે દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે.
આસામના મુખ્ય પ્રધાન હિમાતા બિસ્વા સરમાએ દેશના તમામ મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો અને લેફ્ટનન્ટ રાજ્યપાલોને ગુવાહાટી આવવા આમંત્રણ આપ્યું હતું. પીએમ મોદી 14 એપ્રિલના રોજ ગુવાહાટીમાં પણ હાજર રહેશે. આ દિવસે, આસામના 11,000 નર્તકો બિહુ પ્રદર્શન સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે.
Delhi Liquor Scam Case: સીબીઆઈએ દિલ્હી લિકર પોલિસી કેસમાં પૂછપરછ દરમિયાન સહકાર ન આપવા બદલ રવિવારે (26 ફેબ્રુઆરી) દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. હવે સિસોદિયાએ તેમની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ચીફ જસ્ટિસને આ મામલે જલદી સુનાવણી કરવા વિનંતી કરી હતી. જેના પર CJIએ કહ્યું હતું કે તેઓ હાઈકોર્ટમાં જાય અથવા અન્ય કાયદાકીય વિકલ્પો અપનાવે. જોકે, એડવોકેટ સિંઘવીની વિનંતી પર ચીફ જસ્ટિસે થોડા સમય પછી સુનાવણી કરવાની વાત કરી હતી.
બીજી તરફ સીબીઆઈએ મનીષ સિસોદિયાની પૂછપરછ શરૂ કરી દીધી છે. સીબીઆઈએ સિસોદિયા માટે પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી છે. ધરપકડ બાદ સિસોદિયાની આ પહેલીવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈએ ફરી એકવાર નવેસરથી તપાસ શરૂ કરી છે.
Pakistan Terrorist Attack: પાકિસ્તાનમાં વારંવાર આતંકવાદી હુમલાઓ દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવે છે. આતંકવાદીઓએ સોમવારે (27 ફેબ્રુઆરી) અફઘાનિસ્તાનની સરહદે આવેલા દેશના ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં એક સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો. આતંકીઓએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પાકિસ્તાની સેનાના બે અધિકારીઓ શહીદ થયા હતા. પાકિસ્તાન આર્મીની મીડિયા સંબંધિત બ્રાન્ચે આ જાણકારી આપી હતી.
પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, આતંકવાદીઓએ રવિવારે (26 ફેબ્રુઆરી) પાકિસ્તાનના ઉત્તરી વઝીરિસ્તાન જિલ્લાના સ્પિનવામ વિસ્તારમાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર ગોળીબાર કર્યો હતો, જેનો સેનાએ વળતો જવાબ આપ્યો હતો.
Savarkundla: સાવરકુંડલા શહેરમાં નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. શહેરના મહુવા રોડ સહિતના જુદાજુદા વિસ્તારમાં માં બિનઅધિકૃત ઓટલા, કેબિનો અને છાપરા દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.
પોલીસની સાથે સરકારી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત
સાવરકુંડલા શહેરમાં મુખ્ય માર્ગો ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી સાવરકુંડલા પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. લોખંડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જુદા જુદા ડિપાર્ટમેન્ટના અધિકારી અને કર્મચારી આ ડીમોલેશન કામગીરીમાં બોલાવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ નેશનલ ઓથોરિટી તાલુકા પંચાયત પીજીવીસીએલ સહિત વિવિધ સરકારી ડિપાર્ટમેન્ટ માંથી કર્મચારીઓને આ ડિમોલેશન કામગીરી માં હાજર રખાયા છે. 2 ડી વાય એસ પી, પાંચ પીઆઇ, 15 પીએસઆઇ અને 300 ઉપરાંત પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે ગઈકાલે રાતે જ મોટાભાગના વેપારીઓએ કરેલા દબાણો જાતે દૂર કર્યા છે ત્યારે હાલ મુખ્ય માર્ગ ઉપર ઓટલા, છાપરા, કેબિનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
Devayat Khavad: યુવક પર હુમલાના કેસમાં 72 દિવસથી જેલમાં બંધ લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળ્યાં છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે હાઇકોર્ટે જામીન આપ્યા છે. હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે. રાજકોટના મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ તના પર કેસ થયો હતો.
પોલીસ સમક્ષ કર્યું હતું સરેન્ડર
રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
વિદેશ પ્રધાનોની બેઠક પહેલા મોરેશિયસના વિદેશ પ્રધાન એલન ગણુ જી 20 દિલ્હી પહોંચ્યા હતા.
Manish Sisodia Arrested: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આગામી નાણાકીય વર્ષ માટે દિલ્હી સરકારના બજેટની તૈયારીઓને અસર થઈ શકે છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી હતી. સિસોદિયા પાસે નાણાં વિભાગનો હવાલો પણ હતો. વિભાગ હાલમાં બજેટની ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે.
એક અધિકારીએ કહ્યું હતું કે “વિવિધ વિભાગોએ તેમના બજેટનો અંદાજ, આ વર્ષે ઉપયોગમાં લેવાના બજેટની વિગતો મોકલી છે. હજુ બજેટ ફાઇનલ થયું નથી. વિવિધ વિભાગો માટે ફાળવણી હવે આખરી કરવામાં આવી રહી છે.
વલસાડઃ વલસાડમાં સરીગામ જીઆઇડીસીમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકોના મોત થયા છે. મોડી રાત્રે વેન પેટ્રોકેમ & ફાર્મા કંપનીમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોત જોતામાં આગ વિકરાળ બની ગઇ હતી. જો કે બાદમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે આગ ક્યા કારણોસર લાગી તે સામે આવ્યું નથી.
ઉમેશ પાલ હત્યા કેસમાં યુપી પોલીસ અને પ્રશાસનની કાર્યવાહી ચાલી રહી છે. અતીક અહેમદના પુત્ર પર 50 હજારનું ઈનામ છે. ઘટનામાં સંડોવાયેલા ક્રેટાના માલિકને શોધી કાઢવામાં આવ્યો છે.
મથુરામાં આજે શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઇદગાહ મસ્જિદના મામલામાં મહત્વનો નિર્ણય આવી શકે છે. શાહી ઇદગાહ વિવાદ મસ્જિદ કેસમાં મહેન્દ્ર પ્રતાપ સિંહની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આજે કોર્ટ નક્કી કરશે કે 7 નિયમ 11 પર સુનાવણી થશે કે કોર્ટ કમિશનની નિમણૂક કરવામાં આવશે.
અવંતીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે.
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. જોકે, અત્યાર સુધી હેક થયેલા હેન્ડલ પરથી કોઈ વિવાદાસ્પદ ટ્વીટ પોસ્ટ કરવામાં આવી નથી.
બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates 28th February 2023: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, બચાવ કામગીરી હજુ ચાલુ છે. વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ કંપનીમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન આગ આસપાસની કંપનીમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. હજુ પણ ઘણા મજૂરો ત્યાં ફસાયા હોવાની આશંકા છે.
ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) અનુસાર, આંચકા લગભગ 2:46 વાગ્યે આવ્યા હતા. તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 25 કિલોમીટરની ઊંડાઈ પર હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.
આ ભૂકંપ માત્ર મણિપુરમાં જ આવ્યો નથી. જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં, મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કર્યાના બે દિવસ પછી, સુરક્ષા દળોએ અવંતીપોરામાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો.
ત્રણ પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી માટે હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલ 2023ના મત ટકાવારીના આંકડા પરિણામો પહેલા જ ઘણું કહી રહ્યા છે. જો કે, 2 માર્ચે મતગણતરી પછી એ સ્પષ્ટ થશે કે કયા રાજ્યમાં કોની સરકાર બનવા જઈ રહી છે, પરંતુ એક્ઝિટ પોલના પરિણામો પણ આ દિશામાં મોટા સંકેત આપી રહ્યા છે.
એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ સૂચવે છે કે ભાજપ ત્રિપુરામાં પૂર્ણ બહુમતી સાથે ફરીથી વાપસી કરશે. બીજી તરફ, નાગાલેન્ડમાં ભાજપ-એનડીપીપી ગઠબંધન સત્તામાં પરત ફરે તેવી અપેક્ષા છે. મેઘાલયમાં ભાજપ માટે પડકાર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -