કંપની બંધ થતાં તાત્કાલીક લોકોને જુદી-જુદી જગ્યાઓથી પાછા લાવવાનું સૌથી મોટું બ્રિટિશ અભિયાન શરૂ થઈ ગયું. અત્યારે આ કંપની દ્વારા 6 લાખ લોકો વિદેશોમાં છે. થોમસ કૂક કંપની બંધ થયાં જ સરકારો અને વીમા કંપનીઓએ મોટા રેસ્ક્યૂ ઓપરેશનમાં પડ્યાં છે. ફૈંકહૉજરે કહ્યું કે કંપનીના લાખો ગ્રાહકો, હજારો કર્મચારીઓ, સપ્લાયર્સ અને પાર્ટનર્સની માંફી માંગવા ઇચ્છે છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ તસવીરોમાં દેખાય છે કે થોમસ કૂકનાં વિમાનોને અલગ કરવામાં આવી રહ્યાં છે. કર્મચારીઓએ તેમની છેલ્લી ફ્લાઇટની તસવીરો પણ પોસ્ટ કરી. બ્રિટિશ સરકારે કહ્યું કે, કંફનીની બધી જ ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. હકોને સલાહ આપવામાં આવી છે કે, જ્યાં સુધી thomascook.caa.co.uk પર તપાસ ન કરી લે ત્યાં સુધી એરપોર્ટમાંથી બહાર ન નીકળે. રિટર્ન ફ્લાઇટની માહિતી સરકાર એ જ વેબસાઇટ પર આપશે.
થોમસ કૂક બ્રિટનની સૌથી જૂની કંપનીઓમાંની એક છે. તે 1841માં શરૂ થઈ હતી. બે-બે વિશ્વયુદ્ધો સહન કરનાર આ કંપની પેકેજ હોલિડે અને માસ ટૂરિઝન ક્ષેત્રમાં પાયનિયર ગણાતી હતી. આ ફર્મે હોટેલ, રિસોર્ટ સિવાય એરલાઇન્સ પણ ચલાવી છે.