BSNL Employees Protest: BSNL એમ્પ્લોઈઝ યુનિયને PM મોદીને MTNL ને BSNL સાથે મર્જ કરવાના પ્રસ્તાવને પડતી મૂકવાની અપીલ કરી છે. સરકારને એમટીએનએલનું રૂ. 26,000 કરોડનું દેવું સંભાળવા અને BSNLને નાણાકીય સહાય આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. બીએસએનએલ એમ્પ્લોઈઝ યુનિયને પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી છે અને સૂચનો પણ આપ્યા છે. સરકાર આ વિલીનીકરણને લઈને ઘણી ગંભીર જણાય છે.
BSNL આવક મેળવવાનો કરી રહી છે પ્રયાસ
આ વિલીનીકરણના મુદ્દે સંસદીય સમિતિએ કહ્યું કે પહેલા સ્પેશિયલ પર્પઝ વ્હીકલની રચના કરવી જોઈએ. BSNL સાથે કામગીરીનું મર્જર MTNLનું દેવું અને સંપત્તિ આ SPVમાં ટ્રાન્સફર થયા પછી જ થવું જોઈએ. લોકસભાના સભ્ય શશિ થરૂરની અધ્યક્ષતાવાળી સંચાર અને માહિતી ટેકનોલોજી પરની સંસદીય સ્થાયી સમિતિએ કહ્યું કે BSNL આવક મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
સંસદીય પેનલના જણાવ્યા અનુસાર, DoTએ MTNLનું દેવું અને રૂ. 26,500 કરોડથી વધુની સંપત્તિને સ્પેશિયલ પર્પઝ વ્હીકલમાં ચૅનલ કરવાનું વિચારવું જોઈએ અને પછી તેની કામગીરીને BSNL સાથે મર્જ કરવી જોઈએ.
માર્ચ બાદ નહીં મળે બીએસએનએલનું Free SIM
BSNL એ જાન્યુઆરી 2022 માં જાહેરાત કરી હતી કે તે તેના ગ્રાહકોને મફત 4G સિમ કાર્ડ આપી રહી છે. પરંતુ ફ્રીમાં 4G સિમ કાર્ડ મેળવવા માટેની આ ઑફર હવે 31 માર્ચ 2022ના રોજ સમાપ્ત થઈ રહી છે. BSNL નવા અને મોબાઈલ નંબર પોર્ટેબિલિટી યુઝર્સને ફ્રી 4G સિમ આપી રહ્યું હતું. આવી સ્થિતિમાં, જો તમે તમારા વર્તમાન મોબાઇલ નંબરને BSNL પર પોર્ટ કરવા માંગો છો, તો આ યોગ્ય સમય છે કારણ કે આ સમયે તમે BSNL 4G સિમ કાર્ડ બિલકુલ મફતમાં મેળવી શકો છો.