Petrol-Diesel Price: ભારતમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નહોતો. રશિયા-યુક્રેન વચ્ચે ચાલતાં જંગના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે. જેની અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળી રહી છે. પેટ્રોલિયમ કંપનીઓના કહેવા પ્રમાણે ક્રૂડ ઓઈલમાં ઉછાળાના કારણે મજબૂરીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધારવી પડી રહી છે.
દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા લીટરથી પણ મોંઘું વેચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં પણ તેમાં વધારો ચાલુ રહી શકે છે. આ કારણે આમ આદમીને મોંઘવારીને વધુ એક ઝટકો લાગી શકે છે. પરંતુ સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલના ટેક્સમાં ઘટાડો કરીને રાહત આપી શકે છે.
આ દરમિયાન સામે આવેલા આંકડામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આશરે 50 ટકા ટેક્સ હોય છે. અનેક રાજ્યોમાં આ આંકડો 50 ટકાને પાર કરી જાય છે. તેથી આમ આદમીએ સમજવું જોઈએ કે 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવે તો તેના પર કેટલો ટેક્સ જાય છે.
રાજ્ય 100 રૂપિયાના પેટ્રોલ પર કુલ ટેક્સ
- ઉત્તરપ્રદેશ 45.20 રૂપિયા
- બિહાર 50 રૂપિયા
- મહારાષ્ટ્ર 52.50 રૂપિયા
- રાજસ્થાન 44.60 રૂપિયા
- પંજાબ 48.70 રૂપિયા
- પ.બંગાળ 48.70 રૂપિયા
- દિલ્હી 45.30 રૂપિયા
- તમિલનાડુ 48.60 રૂપિયા
- તેલંગણા 51.60 રૂપિયા
- આંધ્રપ્રદેશ 52.40 રૂપિયા
- કેરળ 50.20 રૂપિયા
- મેઘાલય 42.50 રૂપિયા
- ઝારખંડ 47 રૂપિયા
- છત્તીસખંડ 48.30 રૂપિયા
- ગુજરાત 44.50 રૂપિયા
- આસામ 45.40 રૂપિયા
- અરૂણાચલ પ્રદેશ 42.90 રૂપિયા
- ઉત્તરાખંડ 44.10 રૂપિયા
- નાગાલેન્ડ 46.60 રૂપિયા
- મિઝોરમ 43.80 રૂપિયા
- મણિપુર 47.70 રૂપિયા
- ઓડિશા 48.90 રૂપિયા
- કર્ણાટક 48.10 રૂપિયા
- ગોવા 45.80 રૂપિયા
- મધ્યપ્રદેશ 50.60 રૂપિયા
- હરિયાણા 45.10 રૂપિયા
- હિમાચલ પ્રદેશ 44.40 રૂપિયા
- સિક્કિમ 46 રૂપિયા
- ત્રિપુરા 45.80 રૂપિયા
- જમ્મુ-કાશ્મીર 45.90 રૂપિયા
- લદ્દાખ 44.60 રૂપિયા
- અંદમાન નિકોબાર 35.30 રૂપિયા
- દમણ-દીવ 42 રૂપિયા
નોંધ: આ આંકડા 22 માર્ચ 2022ના ભાવ પર આધારિત છે.