હાલમાં જ Jio અને Airtel જેવી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. આવી સ્થિતિમાં ઘણા ગ્રાહકો તેમના નંબર બીએસએનએલમાં પોર્ટ કરી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે BSNL ખૂબ જ સસ્તા રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું  છે.


તેથી જો તમે બહુ મોંઘા રિચાર્જ પ્લાન લેવા માંગતા નથી, તો તમે BSNLના ખૂબ જ સસ્તા રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો. આનાથી તમારા ખિસ્સા પર બોજ નહીં પડે અને તમને કોઈપણ પ્રકારનું ટેન્શન પણ નહીં રહે. તેથી જો તમે પણ સસ્તો અને સારો રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો, તો BSNL રિચાર્જ પ્લાન તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.



BSNLના નવા 4G સિમના વેચાણમાં પણ વધારો થયો છે. કંપની લોકોને તેના નેટવર્ક પર સ્વિચ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જો તમે BSNL નેટવર્ક પર સ્વિચ કરો છો, તો તમને શું ફાયદો થશે ?






જો તમે વાર્ષિક રિચાર્જના રૂપમાં સારો વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે BSNLનો 13 મહિનાનો પ્લાન અપનાવી શકો છો. 2399 રૂપિયાનો પ્લાન 395 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્રીપેડ પ્લાનમાં હાઈ સ્પીડ સાથે દરરોજ 2GB ડેટાની સુવિધા ઉપલબ્ધ છે.


BSNL એ ગ્રાહકોને આકર્ષવા માટે તેના પોર્ટફોલિયોને ઘણી શ્રેણીઓમાં વિભાજિત કર્યા છે. આમાં ગ્રાહકો માટે સસ્તાથી લઈને મોંઘા અને ટૂંકા ગાળાથી લઈને લાંબા ગાળાના પ્લાનનો સમાવેશ થાય છે. કંપનીની યાદીમાં એક વર્ષ અને તેથી વધુની વેલિડિટીવાળા પ્લાન ઉપલબ્ધ છે.


ભારત સંચાર નિગમ લિમિટેડ હાલમાં દેશના કેટલાક સર્કલમાં 4G સેવા ઓફર કરી રહી છે. કંપની આવતા મહિને સમગ્ર દેશમાં 4G સેવા શરૂ કરી શકે છે.


જિયો, એરટેલ, વોડાફોન દ્વારા પોતાના તમામ પ્લાન મોંઘા કરવામાં આવ્યા છે. આ તમામ ટેલિકોમ કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાન મોંઘા કરવામાં આવતા લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે. લોકો બીએસએનએલમાં પોર્ટ કરાવી રહ્યા છે.