Budget 2019: બેંકમાંથી રોકડ રકમ ઉપાડવાનું થયું મોંઘુ, આપવો પડશે 2 ટકા ટેક્સ, જાણો
abpasmita.in | 05 Jul 2019 06:38 PM (IST)
કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ 2019માં નાણા મંત્રીએ બેંકમાંથી રોકડ રકમ ઉપાડવા પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
નવી દિલ્હી: કેંદ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ 2019માં નાણા મંત્રીએ બેંકમાંથી રોકડ રકમ ઉપાડવા પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. સંસદમાં બજેટ રજૂ કરવા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું એક વર્ષની અંદર જો કોઈ વ્યકિત બેન્કમાંથી એક કરોડથી વધુની રકમ ઉપાડશે તો તેના પર 2%નો TDS લગાવવામાં આવશે. બેંકમાંથી રોકડ રકમ ઓછી ઉપાડવામાં આવે તેના માટે ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. નાણા મંત્રીએ બજેટ દરમિયાન કહ્યું બેંકમાંથી રોકડ રકમ ઉપાડવા પર વધારાનો ટીડીએસ આપવો પડશે. રોકડ રકમ ઉપાડવાનું મોંઘુ થયું છે તો સરકારે ડિજિટલ ટ્રાંજેક્શનને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. લોકસભામાં કેંદ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટના ભાષણ દરમિયાન ડિજિટલ અને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી હતી. જે કારોબારીઓનું વર્ષનું ટર્નઓવર 50 કરોડ રૂપિયા કે તેનાથી વધારે છે તેઓ ડિજિટલ પેમેન્ટના માધ્યમથી ગ્રાહકો પાસેથી ચૂકવણુ લેશે તો તેમના પેમેન્ટ પર કોઈ ચાર્જ અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નહી આપવો પડે.