બજેટ-2019: મોદી સરકાર કરશે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના
abpasmita.in | 05 Jul 2019 05:51 PM (IST)
આ મારફતે તમામ વિષયો પર રિસર્ચને પ્રાથમિકતા આપવામાં આવશે. બાદમાં તેને આયોગ બનાવવામાં આવશે.
નવી દિલ્હીઃ સામાન્ય બજેટ 2019મા કેન્દ્ર સરકારે હાયર એજ્યુકેશન માટે 400 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સાથે જ દેશમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન બનાવવામાં આવશે. આ મારફતે તમામ વિષયો પર રિસર્ચને પ્રાથમિકતા આપવામાં આવશે. બાદમાં તેને આયોગ બનાવવામાં આવશે. આ આયોગના વડા વડાપ્રધાન પોતે હશે. તેને અમેરિકાના નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની જેમ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. જોકે, આ યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે અલગ વ્યવસ્થા હશે. આ ફાઉન્ડેશન હેઠળ દેશમાં રિસર્ચ સિસ્ટમને મજબૂત કરવામાં આવશે. તે સિવાય શિક્ષણની ગુણવતા સુધારવા માટે ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાન સ્કીમ શરૂ કરવાનો પ્રસ્તાવ બજેટમાં રાખવામાં આવ્યો છે.