નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલ આજે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ લોકસભા ચૂંટણી પહેલા રજૂ કરેલા આ બજેટમાં ટેક્સમાં મોટી રાહત આપી છે. 5 લાખ સુધીની આવક ધરાવનારને કોઈ ટેક્સ આપવો નહિ પડે, અત્યાર સુધી 2.5 લાખ સુધીની આવક પર ટેક્સમાં છૂટ હતી. જો કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


LIVE અપડેટ્સ

  • સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું: પીયૂષ ગોયલ

  • જો 6.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરના 80સી અંતર્ગત રોકાણ કરશે તો કોઈ ટેક્સ આપવો નહીં પડેઃ પીયૂષ ગોયલ

  • ટેક્સ છૂટની જાહેરાત બાદ લોકસભામાં મોદી-મોદીના નારા લાગ્યા.

  • 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર હવે કોઈ ટેક્સ નહીં.

  • બજેટમાં અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી પરંતુ ચૂંટણી વર્ષમાં મધ્યમ વર્ગને કોઈ રાહત આપવામાં આવી નથી. નાણામંત્રીએ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી.

  • પીયૂષ ગોયલે કહ્યું કે, દેશ આગામી પાંચ વર્ષમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે અને આવનારા 8 વર્ષોમાં અમારી અર્થવ્યવસ્થા 10 ટ્રિલિયન ડોલરની હશે.

  • 10 વર્ષનું વિઝન રજૂ કરી રહ્યા છે પીયૂષ ગોયલ, કહ્યું- દરેક ક્ષેત્રમાં થશે મોટા ફેરફાર.

  • નોટબંધી બાદ 1 કરોડ લોકોએ પ્રથમ વખત ટેક્સ ફાઈલ કર્યોઃ પીયૂષ ગોયલ

  • અમારી સરકાર કાળાનાણાંને દેશમાં  બહાર લાવીને જ દમ લેશે, નોટબંધીથી 1.36 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યોઃ પીયૂષ ગોયલ

  • મિડલ ક્લાસની આશા પર પાણી ફરી વળ્યું. ચૂંટણી વર્ષમાં ઇનકમ ટેક્સ પર કોઈ નવી છૂટ ન મળી, સરકારે ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન કર્યો.

  • GSTમાં સતત ઘટાડાને કારણે ઉપભોક્તાઓને 80 હજાર કરોડ રૂપિયાની રાહત, રોજીંદી ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ પર માત્ર 0થી 5 ટકા ટેક્સઃ પીયૂષ ગોયલ

  • ઘર ખરીદનારાઓ પર જીએસટીનો ભાર ઓછો કરવાનો પ્રયત્ન, ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ કરશે વિચારઃ પીયૂષ ગોયલ

  • પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 15.56 કરોડ લાભાર્થિઓને 7.23 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવીઃ પીયૂષ ગોયલ

  • ટેક્સપેયર માટે અમે ટેક્સ ફાઈલિંગ સરળ બનાવ્યું, ટેક્સ કલેક્શન વધીને 12 લાખ કરોડ થયું. હું ઇમાનદાર ટેક્સપેયરનો આભાર માનું છું: પીયૂષ ગોયલ

  • 34 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા, આધારથી વચેટીયાઓ હટાવાયાઃ પીયૂષ ગોયલ

  • ’ડીબીટી’ સ્કીમ સરકારની ગેમચેન્જર યોજના, વચેટીયાઓનું રાજ ખત્મ થયુંઃ પીયૂષ ગોયલ

  • આગામી 5 વર્ષમાં અમે એક લાખ ડિજિટલ વિલેજ બનાવીશું: પીયૂષ ગોયલ

  • વિતેલા 5 વર્ષોમાં મોબાઈલ ડેટા ખર્ચ 50 ગણો વધ્યો, મોબાઈલ ડેટા ભારતમાં વિશ્વમાં સૌથી સસ્તોઃ પીયૂષ ગોયલ

  • તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશેઃ પીયૂષ ગોયલ

  • રેલવે યાત્રા સુરક્ષિત, બ્રોડગેજ પર તમામ માનવરહિત ક્રોસિંગ ખત્મ કર્યાઃ પીયૂષ ગોયલ

  • હાઈવે નિર્માણ ભારતમાં સૌથી ઝડપી, દરરોજ 27 કિલોમીટર હાઈવેનું નિર્માણઃ પીયૂષ ગોયલ

  • સંરક્ષણ બજેટ વધારીને 3 લાખ કરોડ રૂપિયાથી વધારે કર્યું: પીયૂષ ગોયલ

  • ગાયો માટે રાષ્ટ્રીય કામધેનુ યોજનાને મંજૂરી. નાના ખેડૂતોને 500 રૂપિયા આપવામાં આવશે.

  • ઉજ્જવલા યોજના અંતર્ગત 8 કરોડ ગેસ કનેક્શન ફાળવવાનો ટાર્ગેટ, 6 કરોડ પરિવારને મલી ચૂક્યા છે કનેક્શનઃ પીયૂષ ગોયલ

  • ઓછી આવક ધરાવનાર કામદારને ગેરેન્ટેડ પેંશન આપશે સરકાર, 100 રૂપિયા પ્રિત મહીના યોગદાન પર 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પ્રતિ માસ પેંશન આપવાની વ્યવસ્થા.

  • પીએમ શ્રમયોગી માનધન યોજનાની જાહેરાત, 15 હજાર રૂપિયા સુધીની આવક ધરાવનાર 10 કરોડ કામદારોને યોજનાનો લાભ મળશેઃ પીયૂષ ગોયલ

  • શ્રમિકોના મોત થવા પર હવે 2.5 લાખની જગ્યાએ 6 લાખ રૂપિયા વળતર મળશે: પીયૂષ ગોયલ

  • ગ્રેચ્યુએટીની મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી: પીયૂષ ગોયલ

  • શ્રમિકોનું  બોનસ વધારીને 7 હજાર રૂપિયા, 21 હજાર રૂપિયા સુધીના પગારધારકોને મળશે બોનસ: પીયૂષ ગોયલ

  • પશુપાલન અને મત્સ્ય પાલન પર 2 ટકા વ્યાજ છૂટ મળશે: પીયૂષ ગોયલ

  • પીએમ કૃષિ યોજના સહાય યોજનાની જાહેરાત. 2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયામાં આપવામાં આવશે: પીયૂષ ગોયલ

  • બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા કરવામાં આવ્યા છે. 2008થી 2014 સુધીમાં સરકારી બેન્કોની એનપીએ મોટા પ્રમાણમાં વધી હતી: પીયૂષ ગોયલ

  • અમારી સરકારે મોંઘવારી ઓછી કરી. અમે મોંઘવારી દર 4.6 ટકા સુધી લઈ આવ્યા. અન્ય કોઈ પણ સરકારના કાર્યકાળની સરખામણીમાં સૌથી ઓછો દર. ડિસેમ્બર 2018માં માત્ર 2.19 ટકા મોઘવારી દર હતો: પીયૂષ ગોયલ

  • અમારી સરકારે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર ચલાવી: પીયૂષ ગોયલ

  • 2022 સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનો ટાર્ગટે: પીયૂષ ગોયલ

  • રાજ્યોને પહેલા કરતાં વધારે રૂપિયા મળી રહ્યા છે અને પહેલાથી 10 ટકા વધારે રૂપિયા આપવામાં આવીરહ્યા છે. અમે સરકારની ખોટ 6 ટકાથી ઘટાડીને 2.5 સુધી લાવ્યા: પીયૂષ ગોયલ

  • નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે અરૂણ જેટલીના ઝડપથી સ્વસ્થ્ય થવાની શુભેચ્છા પાઠવી.

  • નાણામંત્રી પીયૂષ ગોયલે બજેટ ભાષણ વાચવાનું શરૂ કર્યું.

  • થોડી વારમાં નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ રજૂ કરશે.

  • કેન્દ્રિય કૃષિ પ્રધાનનો દાવો, ખેડૂતોને સમર્પિત હશે બજેટ.

  • કેન્દ્રિય કેબિનેટ બેઠક શરૂ.

  • બજેટ બ્રીફકેટ સાથે નાણામંત્રી પીયૂષ ગોયલ સંસદ પહોંચ્યા. 11 કલાકે પીયૂષ ગોયલ બજેટ રજૂ કરશે.

  • રાષ્ટ્રપતિએ બજેટને ઔપચારિક મંજૂરી આપી. નાણામંત્રી પીયૂષ ગોયલ રાષ્ટ્રપતિ ભવનથી નીકળીને સંસદ ભવન જવા રવાના થયા.

  • નાણામંત્રી પીયૂષ ગોયલ બજેટ સૂટકેસ લઈને રાષ્ટ્રપતિને મળવા માટે રવાના થયા. સવારે 9.55 કલાકે સંસદ ભવન પહોંચશે.

  • ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બજેટ દસ્તાવેજ સંસદ પરિસરમાં પહોંચ્યા. નાણામંત્રી પીયૂષ ગોયલ રાષ્ટ્રપતિ ભવન માટે રવાના થયા.