નવી દિલ્હીઃ લોકસભામાં શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. અઢી કલાકથી વધુ સમય સુધી તેઓ બોલ્યા હતા છતાં પૂરું બજેટ વાંચી શકયા નહોતા. ગળામાં તકલીફ હોવાના કારણે તેઓ બજેટના અંતિમ પેજ નહોતા વાંચી શક્યા.

કેટલી મિનિટ સુધી બોલ્યા નાણા મંત્રી

બજેટ 2020-21 રજૂ કરતી વખતે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બે કલાક 39 મિનિટ સુધી બોલ્યા હતા. આ દરમિયાન તેમની તબિયત ખરાબ થઈ હતી અને ત્રણ વખત પાણી પીધું હતું. જોકે તેનો કોઈ ફાયદો થયો નહોતો. ત્યારે ગૃહમાં વિપક્ષના સભ્યોએ બજેટ દસ્તાવેજો સભાપટલ પર રાખવાનો આગ્રહ કર્યો હતો. જેના પર તેમણે કહ્યું માત્ર બે જ પાના બાકી રહ્યા છે. આ પછી તેમણે ફરી બજેટ વાંચવાનો પ્રયાસ કર્યો પરંતુ યોગ્ય રીતે વાંચી શકતા નહોતા.

ગડકરીની ટ્રીક પણ ન આવી કામમાં

ગૃહમાં તેમની પાસે બેઠેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કઈંક કહ્યું. જે બાદ ગડકરીએ ટૉફી કાઢીને સીતારમણને આપી. પરંતુ તેમ છતાં બજેટ ભાષણ વાંચવમાં તકલીફ થતી હતી. આ પછી કેટલાક કેન્દ્રીય મંત્રીઓએ બજેટ દસ્તાવેજ સભાપટલ પર રાખવાનો આગ્રહ કર્યો. જે બાદ અધ્યક્ષની મંજૂરી બાદ તેમણે આમ કર્યું.

નાણામંત્રીએ બજેટ ભાષણમાં અનેક મોટી જાહેરાતો કરી છે. તેમણે ટેક્સ સ્લેબમાં બદલાવની પણ જાહેરાત કરી છે.

નવો ટેક્સ સ્લેબ

0 થી 5 લાખ- કોઈ ટેક્સ નહીં

5 થી 7.50 લાખ સુધી – 10 ટકા

7.50 થી 10 લાખ સુધી- 15 ટકા

10 થી 12.5 લાખ સુધી- 20 ટકા

12.5 લાખથી 15 લાખ સુધી- 25 ટકા

15 લાખ રૂપિયાથી વધારે- 30 ટકા

બજેટ 2020: 15 લાખની આવક ધરાવતા વ્યક્તિને ટેક્સમાં હવે કેટલી થશે બચત ? જાણો વિગત