જો કે આ જાહેરાત છેતરામણી છે કેમ કે જે લોકો નવા ઓછા ઈન્કમટેક્સ દર પસંદ કરશે તેમને અત્યારે મળતી કોઈ પણ રાહત નહીં મળે. અત્યારે હોમ લોન વ્યાજ જર, એનપીએસમાં રોકાણ, અન્ય રોકાણો આવકવેરામાં બાદ મળે છે. જે લોકો નવા કરવેરા પસંદ કરશે તેમને આ પૈકી કોઈ પણ રાહતનો ફાયદો નહીં થાય.
15 લાખની આવકવાળાને કેટલો લાભ ?
નવા સ્લેબ પ્રમાણે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 15 લાખ રપિયા હોય અને તે કોઈ ડિડક્શનનો લાભ ન લેતો તેણે હવે 1,95,000 રૂપિયા જ ટેક્સ ચુકવવો પડશે, પહેલા આ રકમ 2,73,000 જેટલી હશે. જેના કારણે કરદાતાને 78,000 રૂપિયાની બચત થશે.
મધ્યમ વર્ગ અને નોકરિયાતને રાહત નહીં
જે લોકો રાહત લેવા માંગતા હોય તેમને જૂના કરવેરા દર પસંદ કરવાનો વિકલ્પ પણ અપાયો છે. સરવાળે મધ્યમ વર્ગ તથા નોકરીયાતોને કોઈ રાહત નહીં મળે. મોદી સરકારે રાહત આપવાના નામે છેતરામણી જાહેરાત કરી છે, તેવી લોકોની લાગણી છે. શેરબજારમાં પણ આ કારણોસર જ 987 પોઈન્ટનો કડાકો બોલી ગયો.
નવો ટેક્સ સ્લેબ
0 થી 2.5 લાખ- કોઈ ટેક્સ નહીં
2.5 થી 5 લાખ સુધી- 5 ટકા
5 થી 7.50 લાખ સુધી – 10 ટકા
7.50 થી 10 લાખ સુધી- 15 ટકા
10 થી 12.5 લાખ સુધી- 20 ટકા
12.5 લાખથી 15 લાખ સુધી- 25 ટકા
15 લાખ રૂપિયાથી વધારે- 30 ટકા