નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020 શનિવારે રજૂ કર્યું હતું. જેમાં તેમણે હાઉસિંગ લોન લઈને ઘર ખરીદનારા લોકો માટે પણ જાહેરાત કરી હતી. નાણા મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું, હાઉસિંગ લોનના વ્યાજ પર મળતી 3.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટને 31 માર્ચ, 2021 સુધી લંબાવી દેવામાં આવી રહી છે. ગત બજેટમાં હાઉસિંગ લોનના વ્યાજ પર ટેક્સ છૂટ મર્યાદાને 2 લાખ રૂપિયાથી વધારીને 3.5 લાખ રૂપિયા કરવામાં આવી હતી. મોદી સરકારે જુલાઈ 2014માં તેમના પ્રથમ બજેટમાં આ છૂટ 1.5 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી હતી.


હોમ લોનની પ્રિન્સિપલ એમાઉન્ટ અને ઈન્ટરેસ્ટ બંનેના રિપેમેન્ટ પર ટેક્સ બચાવવાની સુવિધા મળે છે.  સેલ્ફ ઓક્યૂપાઇડ પ્રોપર્ટી માટે હોમ લોન વ્યાજના રીપેમેન્ટ માટે આઈટી એકટની કલમ 24બી અંતર્ગત ટોટલ ઈન્કમમાંથી ડિડક્શન તરીકે વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધી ક્લેમ કરી શકાય છે. જેને વધારીને હવે 3.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.


સરકારની આ જાહેરાતનો ફાયદો મિડલ વર્ગના ઘર ખરીદનારા લોકોને મળશે. જે લોકો 31 માર્ચ, 2021 પહેલા લોન લઈને 45 લાખ રૂપિયા સુધીનું ઘર ખરીદશે તેમને આ ફાયદો મળશે. હાઉસિંગ લોન પર વ્યાજની ચૂકવણીના બદલે તેઓ 1.5 લાખ રૂપિયા વધારે ડિડ્કશન મેળવી શકશે.

બજેટ 2020: નાણા મંત્રીની જાહેરાત બાદ શું થશે સસ્તું અને શું થશે મોંઘું, જાણો

INDvNZ: ચોથી T-20માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત છતાં ICC એ કેમ ફટકાર્યો તોતિંગ દંડ ? જાણો વિગતે

બજેટના દિવસે કેમ શેરબજાર ઊંધા માથે પછડાયું, આ રહ્યા 5 કારણો