નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. આ બજેટમાં અલગ-અલગ સેકટર્સ માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ કેટલીક જાહેરાતો એવી પણ થઈ છે કે આદ આદમીની જરૂરિયાતની ચીજો મોંઘી થઈ જશે.


નાણા મંત્રીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ભાષણ આપ્યું હતું. તેઓ 2 કલાક અને 39 મિનિટ સુધી બોલ્યા હતા તેમ છતાં પૂરું બજેટ ભાષણ વાંચી શક્યા નહોતા. તબિયત બગડતાં તેમણે બજેટના છેલ્લા બે પેજ વાંચ્યા નહોતા. આ પહેલા જસવંત સિંહે 2003માં 2 કલાક 12 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું.


શું થશે મોંઘું

નિર્મલા સીતારમણની બજેટ જાહેરાત બાદ મોબાઇલ ફોન, ફૂટવિયર, વિદેશી ફર્નિચર, પંખા, સિગરેટ અને તમાકુ, ઓટો પાર્ટ્સ, ઈમ્પોર્ટેડ મેડિકલ ડિવાઇસ, પેટ્રોલ-ડીઝલ, સોનું, કાજુ, સિંથેટિક રબર, ટાઈલ્સ  મોંઘી થઈ જશે. આ ઉપરાંત એસી, સીસીટીવી કેમેરા, ગીડાની હોર્ન, લાઉડ સ્પીકર, સ્ટેનલેસ પ્રોડક્ટ, ઓપ્ટિકલ ફાઇબર મોંઘા થવાની શક્યતા છે.


શું થશે સસ્તું

કાપડ ક્ષેત્રને લાભ આપવા માટે પીટીએ પરથી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે. ન્યૂઝ પ્રિંટ અને હલ્કા કોટેડ પેપરની આયાત પર ટેક્સ 10 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે.  બજેટ બાદ હોમ લોન સસ્તી થઈ શકે છે ઉપરાંત ઈલેકટ્રિક કાર પણ સસ્તી થઈ શકે છે.  કાચી ખાંડ, કૃષિ-પ્રાણી આધારિત ઉત્પાદનો, સ્કીમ્ડ દૂધ, અમુક આલ્કોહોલિક પીણા, સોયા ફાઇબર, સોયા પ્રોટીન પર કસ્ટમ્સ ડ્યુટીમાં છૂટ આપવામાં આવી છે.




INDvNZ: ચોથી T-20માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત છતાં ICC એ કેમ ફટકાર્યો તોતિંગ દંડ ? જાણો વિગતે

બજેટના દિવસે કેમ શેરબજાર ઊંધા માથે પછડાયું, આ રહ્યા 5 કારણો

બજેટ 2020: કેમ નિર્મલા સીતારમણે પૂરું બજેટ ન વાંચ્યું ? કારણ જાણીને થશે આશ્ચર્ય