Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે, તેઓ સતત ચોથી વખત નિર્મલા દેશનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં વિદેશ જતાં લોકોને લઈ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત વર્ષ 2022-23થી જ ચિપ ઈ-પાસપોર્ટ જારી કરવામાં આવશે.




બજેટમાં બીજી શું થઈ જાહેરાતો



  • ટૂંક સમયમાં LICમાં IPO લાવશે. તેની પ્રક્રિયા આ નાણાકીય વર્ષમાં શરૂ થશે. તમને જણાવી દઈએ કે એલઆઈસીના આઈપીઓની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.

  • નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પાકના મૂલ્યાંકન માટે ખેડૂત ડ્રોનનો ઉપયોગ, જમીનના રેકોર્ડનું ડિજિટાઈઝેશન, જંતુનાશકોના છંટકાવ અને પોષક તત્વોને પ્રોત્સાહન આપવામાં આવશે.

  • કોરોનાના સમયમાં શિક્ષણનું ઘણું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે એક વર્ગ I ટીવી ચેનલને 12 થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલિમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરવામાં આવશે.

  • 2022-23માં પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ મકાનો બનાવવામાં આવશે. તેમના માટે 48,000 કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે.

  • નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બજેટથી યુવાનોને ઘણો ફાયદો થશે. આત્મનિર્ભર ભારતમાંથી 60 લાખ યુવાનો માટે નોકરીની તકો ઉભી કરવામાં આવશે.