Budget 2024: સરકાર 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે યોગદાન અને ઉપાડ પર ટેક્સ પ્રોત્સાહનો વધારીને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને વધુ આકર્ષક બનાવી શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ (EPFO) સાથે એમ્પ્લોઇઝ દ્વારા યોગદાન માટે ટેક્સેશન મોરચા પર સમાનતાની વિનંતી કરી છે. વચગાળાના બજેટમાં આ અંગે કેટલીક જાહેરાતો થવાની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ હશે.


શું હતી માંગ?


વર્તમાનમાં કર્મચારીઓ માટે ફંડ ડિપોઝિટ જનરેટ કરવામાં નોકરીદાતાઓના યોગદાનમાં અસમાનતા છે, જેમાં કોર્પોરેટ દ્ધારા બેઝિક સેલેરી તથા મોંઘવારી ભથ્થાના 10 ટકા સુધીના યોગદાનને એનપીએસ યોગદાન માટે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે EPFOના કિસ્સામાં તે 12 ટકા છે.


ડેલોઇટની બજેટ અપેક્ષાઓ મુજબ, NPS માધ્યમથી લોંગટર્મ સેવિંગને વધારવા માટે અને 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે કરનો બોજ ઘટાડવા માટે NPS ના એન્યુટી પોર્શનને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કરમુક્ત કરવામાં આવશે.


નાણાકીય સલાહકાર અને ઓડિટ સેવા આપતી કંપની ડેલોઈટના જણાવ્યા અનુસાર, NPS ને વ્યાજ અને પેન્શન સાથે સામેલ કરવામાં આવી શકે છે જેથી 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને NPSમાંથી પ્રાપ્ત આવક પર રિટર્ન ફાઈલ ન કરવું પડે. હાલમાં 60 ટકા એકસાથે વિડ્રોલ ટેક્સ ફ્રી છે.


નવી ટેક્સ સિસ્ટમમાં મળશે રાહત


નવી કર પ્રણાલી હેઠળ એનપીએસ કંન્ટ્રીબ્યૂશન માટે ટેક્સ છૂટ આપવાની પણ માંગ છે. હાલમાં, કલમ 80CCD (1B) હેઠળ NPSમાં કોઇ પણ વ્યક્તિને 50,000 રૂપિયા સુધીના યોગદાન પર જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ છૂટ મળે છે  પરંતુ નવી ટેક્સ સિસ્ટમમાં આ નથી. જૂની ટેક્સ સિસ્ટમમાં કલમ 80C હેઠળ ઉપલબ્ધ 1.5 લાખ રૂપિયાની કર રાહત કરતાં વધુ છે. સરકારી કર્મચારીઓ વિશે સરકારે ગયા વર્ષે પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા અને તેના સુધારણા માટેના પગલાં સૂચવવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથનના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી હતી. આ કમિટીએ હજુ સુધી પોતાનો રિપોર્ટ આપ્યો નથી.