Post Savings Scheme: બચત ખાતાઓ પર મોટો નફો આપવાની બાબતમાં પોસ્ટ ઓફિસે બધી બેંકોને પાછળ છોડી દીધી છે. પોસ્ટ ઓફિસે તેની યોજનાઓના વ્યાજ દર ઘટાડ્યા નથી. લોકો હવે બેંકની જેમ પોસ્ટમાં પણ રોકાણ કરે છે. પોસ્ટમાં રોકાણ કરવાથી તમને સારુ રિટર્ન મળે છે. અહીં અમે તમને પોસ્ટ ઓફિસની એક એવી યોજના વિશે જણાવીશું, જેમાં જો તમે 5 લાખ રૂપિયા જમા કરાવો છો તો તમને પાકતી મુદતે 2.25 લાખ રૂપિયાનું સીધું રિટર્ન મળશે.
પોસ્ટ ઓફિસની TD સ્કીમ વિશે જાણો
બેંકોની FD ની જેમ પોસ્ટ ઓફિસ TD (ટાઈમ ડિપોઝિટ) ખાતું ચલાવે છે. પોસ્ટ ઓફિસના TD ખાતામાં FD ની જેમ પાકતી મુદતે એક નિશ્ચિત રકમ મળે છે. જેમાં ગેરંટી સાથે વળતરનો સમાવેશ થાય છે. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ ખાતાઓ પર 6.9 ટકાથી 7.5 ટકા સુધી વ્યાજ આપી રહી છે.
5 વર્ષના TD પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે
Post Office માં, 1 વર્ષના TD પર 6.90 ટકા, 2 વર્ષના TD પર 7.0 ટકા, 3 વર્ષના TD પર 7.1 ટકા અને 5 વર્ષના TD પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. Post માં 5 વર્ષના TD પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. જો તમે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષની TD યોજનામાં 5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો પાકતી મુદતે તમને ગેરંટી સાથે કુલ 7,24,974 રૂપિયા મળશે. આ રકમમાં 2,24,974 રૂપિયાનું નિશ્ચિત વળતર પણ સામેલ છે.
બધા ગ્રાહકોને પોસ્ટ ઓફિસમાં સમાન વળતર મળે છે. જ્યારે બેંકોમાં, વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકો કરતા વધુ વળતર મળે છે. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળ કામ કરે છે. તેથી, તમારા પૈસા તેમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે. સામાન્ય લોકો હવે બેંક એફડીની જેમ જ પોસ્ટ ઓફિસમાં પણ રોકાણ કરી સારુ રિટર્ન મેળવે છે. પોસ્ટમાં તમારા પૈસા એકદમ સુરક્ષિત છે.