દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ બજારમાં તેમની મજબૂત સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી રહ્યો છે. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ (CCI) ની તપાસમાં તેનો ખુલાસો થયો છે. સીસીઆઇની તપાસ એજન્સીએ બે વર્ષના તપાસ બાદ રિપોર્ટ સોંપી છે. આ રિપોર્ટ મુજબ અમેરિકી ટેકનોલોજી અને સર્ચ એન્જિન વાળી કંપની પ્રતિસ્પર્ધા વિરોધી અયોગ્ય અને પ્રતિબંઘાત્મક વ્યાપારની રીત અપનાવી રહી છે. જે અયોગ્ય છે અને જેના કારણે તે દોષી છે. 



ગૂગલ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અને તેની સાથે જોડાયેલા બજારમાં તેના દબદબાનો દુરઉપયોગ કરી રહી છે. સીસીઆઇએ એપ્રિલ 2019માં ગૂગલ સામે તપાસના આદેશ આપ્યાં હતા. મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમના બજારમાં ગૂગલના એન્ડોયડનું પ્રભુત્વ છે, આ બજારમાં લગભગ 98 ટકા તેનો કબ્જો છે. કેટલીક વિદેશી અને દેશી કંપનીઓ જેમક કે એપ્પલ,માઇક્રોસોફ્ટ, એમેજોન, પેટીએમસ ફોનપે, મોજીલા, સેમસંગ, શિયોમી, વિવો, ઓપ્પો અને કાર્બન ગૂગલના પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. 


સીસીઆઇની તપાસમાં ગૂગપ પર પ્રતિસ્પર્ધા અને ઇનોવેશનને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ વસ્તુ બજારની સાથે ગ્રાહકો માટે પણ નુકસાનકારક છે.  ગૂગલ સર્ચ, મ્યુઝિક (યૂટયૂબ), બ્રાાઉઝર (ક્રોમ) એપ લાઇબ્રેરી, ગૂગલ પ્લે સ્ટોર અને બીજી મુખ્ય સર્વિસ પર તેમની પકડ બનાવી રાખવા માટે આવું કરે છે. 


 CCI ના તપાસ એકમે લગભગ 750 પેજમાં આ કેસમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે.  આ રિપોર્ટમાં  ગૂગલ પર મોબાઇલ ફોન ઉત્પાદકો તેમજ એપ્સને એકતરફી સંપર્કો બનાવતી કંપનીઓ પર દબાણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


આ રિપોર્ટમાં, ગૂગલ કલમ 4 (2) (એ)  આઇ ,કલમ 4 (2) (સી), સેક્શન 4 (2) (ડી) અને સેક્શન 4 (2) (ઇ )ની જોગવાઇના ઉલ્લંઘન માટે દોષી હોવાનું સામે આવ્યું છે, . આ રિપોર્ટ CCI ને વિચારણા માટે મોકલવામાં આવી  છે. જો સીસીઆઈ ગૂગલને દોષી માને તો તેને દંડ થઈ શકે છે. તેમને તેમની રીત ભાત બદલવી પડશે.



ગૂગલ તેની મજબૂત સ્થિતિનો લાભ લેવાનો આ પહેલો કિસ્સો નથી. ગૂગલે વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારનો તપાસનો  સામનો કર્યો છે. જેમાં અમેરિકા, યુરોપ, જર્મની અને જાપાન જેવા શક્તિશાળી દેશોનો સમાવેશ થાય છે. ગૂગલ પોતે એક અમેરિકન કંપની છે.