Central Government Employees Pensions: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર તરફથી મંગળવારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.

Continues below advertisement

CCS (NPS હેઠળ લાગુ થનાર UPS) નિયમો 2025 હેઠળ જો નવી પેન્શન સ્કીમમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ UPS હેઠળ નોંધણી કરાવવા માંગતા હોય તો પછી તેઓ 20 વર્ષની સંપૂર્ણ સેવા પછી VRS (સ્વૈચ્છિક નિવૃત્તિ સેવા) લઈ શકે છે. પરંતુ ફૂલ પેઆઉટ તેમને 25 વર્ષની સેવા પછી જ મળશે.

નવા ફેરફારો શું છે?

Continues below advertisement

કર્મચારીઓ 20 વર્ષની સેવા પછી VRS લઈ શકે છે. પરંતુ તેમને 25 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી જ સંપૂર્ણ પેન્શન (ફુલ પેઆઉટ) મળશે. આ નિયમ CCS (UPS રૂલ્સ 2025) હેઠળ લાગુ થશે. આ NPS (નવી પેન્શન યોજના) હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓને લાભ આપશે.

ઉદાહરણ તરીકે, ધારો કે કોઈ કર્મચારી 22 વર્ષની સેવા પછી VRS લે છે. આવા કિસ્સામાં તેને VRS લેવાની મંજૂરી આપવામાં આવશે. જોકે, સંપૂર્ણ પેન્શન ચુકવણી 25 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી જ મળશે. આનો અર્થ એ છે કે 22 વર્ષની સેવા પછી VRS લેવાથી સંપૂર્ણ લાભ મળશે નહીં.

મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, ગ્રિવેન્સેઝ એન્ડ પેન્શન તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે 25 વર્ષ બાદ જ ફુલ એશ્યોર્ડ પેઆઉટ આપવામાં આવશે પરંતુ જો કર્મચારી તેના અગાઉ નિવૃતિ લેશે તો તેમને પ્રો-રેટાના આધારે ફાયદા આપવામાં આવશે.

મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નિવેદન

મંત્રાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) હેઠળ કર્મચારીઓને 20 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેવાનો વિકલ્પ આપવામાં આવે છે. જો કે, આ યોજના હેઠળ Full Assured Payout કર્મચારી 25 વર્ષની લાયકાત સેવા પૂર્ણ કર્યા પછી જ ઉપલબ્ધ થાય છે.

તેમાં વધુમાં જણાવાયું છે કે જો કોઈ કર્મચારી 20 વર્ષ કે તેથી વધુ પરંતુ 25 વર્ષથી ઓછી સેવા પૂર્ણ કર્યા પછી VRS લે છે, તો તેમનું પેન્શન પ્રો-રેટા ધોરણે ચૂકવવામાં આવશે. આનો અર્થ એ છે કે પેન્શનની ગણતરી સેવાના વર્ષોની સંખ્યાના પ્રમાણમાં કરવામાં આવશે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ 22 વર્ષ સુધી સેવા આપી હોય તો તેમને 25 વર્ષના સંપૂર્ણ પેન્શનના 22/25 એટલે કે 88 ટકા હિસ્સો મળે છે. જો કે, આ ચુકવણી કર્મચારીને ત્યારે જ કરવામાં આવશે જ્યારે તેઓ તેમની નિયમિત નિવૃત્તિ વય (superannuation age) સુધી પહોંચે.