તાજેતરમાં સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં યુવાનો માટે કોઈ સીધી બેરોજગારી ભથ્થાની યોજના શરૂ કરવાની કોઈ દરખાસ્ત નથી. જો કે, સરકારે રોજગારીનું સર્જન અને યુવાનોના કલ્યાણને પોતાની પ્રાથમિકતા ગણાવી છે અને આ દિશામાં સતત કામ કરી રહી છે.
સંસદના શિયાળુ સત્રમાં સાંસદ જીસી ચંદ્રશેખરે સરકારને બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવા અંગે પૂછ્યું હતું, જેથી તેઓ વધતી મોંઘવારીનો સામનો કરી શકે. આ પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે સરકાર યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
તેમણે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજના (ABVKY - Atal Beemit Vyakti Kalyan Yojana)નો ઉલ્લેખ કર્યો હતો, જે હેઠળ પાત્રતા ધરાવતા વીમાધારક કામદારોને બેરોજગારી લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ બેરોજગારી લાભ સરેરાશ દૈનિક કમાણીના 25% થી વધારીને 50% કરવામાં આવ્યો છે, જે 90 દિવસ માટે ચૂકવવાપાત્ર છે. આ ઉપરાંત, વીમાધારક કામદારો માટે લાભોનો દાવો કરવાની પાત્રતાની શરતોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.
સરકારે રોજગાર સર્જનના દરમાં વધારાનો પણ દાવો કર્યો છે. એક અહેવાલને ટાંકીને શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રોજગારમાં લગભગ 36%નો વધારો થયો છે, એટલે કે 2016-17 અને 2022-23 વચ્ચે લગભગ 17 કરોડ નોકરીઓનું સર્જન થયું છે.
ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનનો તાજેતરનો અહેવાલ 'Busting the myth of jobless growth: Insights from data, theory, and logic' એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં રોજગારીનાં વલણો વિશે જણાવે છે, આ અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારીનો દર 2017-18માં 6% થી ઘટીને 2022-23 માં 3.2% થઈ ગયો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના KLEMS ડેટાબેઝના રોજગાર ડેટા, જે રોજગાર અને બેરોજગારી સર્વેક્ષણ અને પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) પર આધાર રાખે છે, તે 1980 ના દાયકાથી રોજગારમાં સતત વધારો દર્શાવે છે .
આ પણ વાંચો...
Gold Rate: સોનામાં મોટો ઘટાડો: 2,561 રૂપિયાથી વધુ સસ્તું થયું, ભાવ વધુ ઘટવાની શક્યતા
Ration card: રેશનકાર્ડના એક-બે નહીં, આ છે 8 મોટા ફાયદા, જાણો તમને કઈ રીતે મળશે લાભ